દુષ્કર્મ:ખેડાના ગોબલેજના યુવાને યુવતીને અલગ અલગ હોટલોમાં ફેરવી દુષ્કર્મ આચર્યું, આરોપીની પોલીસે ધરપકડ કરી

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

ખેડા જિલ્લામાં સતત દુષ્કર્મના બનાવોના વધી રહ્યા છે. 3 માસ અગાઉ ખેડા તાલુકાના ગોબલેજના યુવકે એક યુવતીને જો તું મારા કહ્યા મુજબ નહીં કરું તો તારા પિતાની ફરિયાદના સાક્ષી તરીકે હું હટી જઈશ તેમ કહી તેની સાથે અવારનવાર દુષ્કર્મ કરતાં આ બાબતે ખેડા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

યુવતીને ધમકાવી વારંવાર દુષ્કર્મ આચર્યું
ખેડા તાલુકાના ગોબલજમાં રહેતા 29 વર્ષિય જયદીપ ઉર્ફે ઠાકોર રમણભાઈ પરમારે એક વ્યક્તિએ કરેલી એટ્રોસિટીની ફરિયાદમાં સાક્ષી તરીકે પોતે હતા. જેથી અવારનવાર તે વ્યક્તિના ઘરે જતા હતા. આ દરમિયાન એટ્રોસિટી કરનાર વ્યક્તિની 19 વર્ષીય પુત્રી નજરમાં આવી હતી. જેથી જયદીપે તેની સાથે સંબંધ વધારવા હતા અને આ યુવતીને જણાવ્યું હતું કે જો તું મારા કહ્યા મુજબ નહીં કરું તો તારા પિતાએ એટ્રોસિટીની કરેલી ફરિયાદમાં હું સાક્ષી છું તે સાક્ષીમાંથી હું દૂર થઈ જઈશ.

આરોપીને કોવિડ ગાઈડલાઈન મુજબ તેનો ટેસ્ટ કરવાની કામગીરી ચાલે છે
જેથી કેસ નબળો પડી જશે તેમ કહી અવાર નવાર વિવિધ હોટલોમાં લઈ જઈ તેણીની મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ અંગે યુવતીએ ખેડા પોલીસમાં જયદીપ ઉર્ફે ઠાકોર સામે ફરિયાદ આપી છે. આ બાબતે ખેડા પોલીસ મથકના સિનિયર પી.એસ.આઇ રીનાબેન ચૌધરીને પુછતા તેમણે જણાવ્યું હતું કે ફરિયાદ બાદ તરત આરોપીને અટકાયત કરવામાં આવી છે અને કોવિડ ગાઈડલાઈન મુજબ તેનો ટેસ્ટ કરવાની કામગીરી ચાલે છે બાદમાં તેની કાયદેસરની ધરપકડ થશે.

અન્ય સમાચારો પણ છે...