ડાકોર શહેરમાં આવેલ ગોમતી તળાવમાં 22 વર્ષીય યુવક ડૂબી ગયો હતો. બનાવની જાણ થતા એનડીઆરએફ ટીમ અને સ્થાનિક પોલીસ આવી તળાવમાં ડુબેલા યુવકને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં યુવકનુ સારવાર દરમિયાન મોત થયું હતુ.
અમદાવાદના વાસણામાં રહેતા 22 વર્ષીય નિખીલ નામનો યુવક તેના મિત્ર સાથે ડાકોર ચાલીને દર્શન કરવા આવ્યો હતો. દરમિયાન રવિવાર ઢળતી સાંજે યુવક ગોમતી તળાવના આંબાવાડી પાસે આવેલ કિનારા પર ન્હાવા પડયો હતો. તે સમયે યુવક તળાવના પાણીમાં ડુબવા લાગ્યો હતો. આ બનાવની જાણ એનડીઆરએફ ટીમને અને ડાકોર પોલીસને થતા બનાવ સ્થળે દોડી આવી હતી.
જ્યારે ડાકોર પીઆઈ અને પીએસઆઇએ અંગત ફરજ સમજી યુવાનને સરકારી કારમાં હોસ્પિટલ પહોંચાડ્યો હતો. જ્યાં યુવકનુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે સ્થાનિક નાગરિકોએ જણાવ્યા અનુસાર બનાવના સ્થળ થી 200 મીટર દૂર 108 એમ્બ્યુલન્સ પોઇન્ટ ફાળવવામાં આવ્યો હતો પરંતુ કોઇ કારણોસર હાજર ન હોવાથી યુવકનું મોત થયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.