હુમલો:ઘર પાસેના રસ્તા પર જવાની તકરારમાં યુવકને તલવાર મારી

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદના કેરીયાવી ડુંગરપૂરાનો બનાવ

નડિયાદના કેરીયાવી તાબાના ડુંગરપૂરામાં રહેતા બાબુભાઈ બારૈયાના દિકરા વિશાલે રવિવારના રોજ ઘેમાભાઇના દિકરા સંજયને કહ્યુ હતુ કે મારા લગ્ન નજીકના સમયમાં લેવાના છે. જેથી હવે તમારે આ ઘર આગળ થઈ અમારી જમીનમાંથી આવવા-જવાનુ નહીં, જેથી સંજયે કહ્યું હતું કે આ રસ્તેથી અમે જઈ આવીએ છીએ તેમ કહી સંજય એકદમ ઉશ્કેરાઈ જઇ ગાળો બોલી ઝઘડો કરવા લાગ્યા હતા.

વળી તેનું ઉપરાણું લઇ પિતા ઘેમાભાઇ, તેમના કાકા દિકરો જીતેન્દ્ર, અલ્પેશ આવી ઝઘડો કરી ગડદાપાટુનો મારમાર્યો હતો. તે સમયે સંજય તેના ઘરે જઈ તલવાર લઇ આવી વિઝતા વિશાલને હાથે લાગી જતા ઇજા પહોંચી હતી. અાટલાથી ન અટકતા જાનથી મારી નાખવાની ચીમકી ઉચ્ચારી હતી. આ સમગ્ર બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે સંજય બારૈયા, ઘેમાભાઇ બારૈયા,જીતેન્દ્ર બારૈયા અને અલ્પેશ બારૈયા વિરૂધ્ધ ફરિયાદ નોંધી છે.

અન્ય સમાચારો પણ છે...