આત્મહત્યાનો પ્રયાસ:નડિયાદની કલેક્ટર કચેરીમાં એક યુવાને ઝેરી દવા ગટગટાવી, સમયસર સારવાર મળતા જીવ બચી ગયો

નડિયાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

નડિયાદ ખાતે આવેલી કલેક્ટર કચેરીમાં આજે મહેમદાવાદ તાલુકાના સાદરા ગામના યુવાને કોઈ કારણસર ઝેરી દવા પી આપઘાત કરવાની કોશિશ કરી હતી. જોકે, યુવાનને સમયસર સારવાર મળી જતા તેનો જીવ બચી ગયો છે.
કલેક્ટર કચેરીના કેમ્પસમાં ઝેરી દવા પીધી
પોલીસ વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ, મહેમદાવાદ તાલુકાના સાદરા ગામના 38 વર્ષીય દિલીપ રમેશભાઈ ચૌહાણે સોમવારે કોઈ કારણોસર જિલ્લાના મુખ્ય મથક નડિયાદ ખાતે આવેલી કલેક્ટર કચેરીના કેમ્પસમાં ઝેરી દવા પી લીધી હતી. જેના કારણે તેઓની હાલત લથડતા તુરંત સારવાર અર્થે મામલતદારની ગાડીમાં તેઓને શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. કયા કારણોસર તેઓએ ઝેરી દવા પીધી તે જાણી શકાયું નથી, પરંતુ ખેત વપરાશની જંતુનાશક દવા પી લેતા તેમને સારવાર હેઠળ ખસેડાયા છે. હાલ તેમની સારવાર ચાલુ છે અને વ્યક્તિના નિવેદન લીધા બાદ જ સાચી હકીકત માલૂમ પડશે.

અન્ય સમાચારો પણ છે...