પ્રોહિબિશનની કાર્યવાહી:નડિયાદમાં SRP ગૃપ-7નો જવાન દારૂ પીધેલી હાલતમાં પકડાતાં ચકચાર

નડિયાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદ ટાઉન પોલીસ મથકે આ જવાન સામે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધાયો

દારૂના નશામાં યુવાધન બરબાદીના રાહ જઈ રહ્યું છે. તો બીજી તરફ કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવતા પોલીસ જવાનો પણ દારૂના નશામાં ચકચૂર જોવા મળે છે. આવા અનેક કિસ્સાઓ ભૂતકાળમાં સામે આવ્યા છે જેના કારણે પોલીસની છબી ઉપર ડાઘ લાગ્યો છે. નડિયાદમાં SRP ગૃપ 7નો જવાન દારૂ પીધેલી હાલતમાં પકડાતાં ભારે ચકચાર મચી છે. આ સમગ્ર મામલે નડિયાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ જવા પામી છે.

નડિયાદ શહેરના કપડવંજ રોડ ઉપર આવેલ SRP ગ્રુપ 7મા ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ હરીશકુમાર ડુંગરસિહ ગઢવી (બ નં.1109) ગત સાંજે દારૂ પીધેલી હાલતમાં રોલ કોલના સમયે હાજર રહ્યા હતા. તેઓ લથડીયા ખાતા રોલ કોલ ફરજ બજાવતા એસઆરપીના માણસોએ આ મામલે પોતાના ઉપલા અધિકારીને જાણ કરી હતી. જેથી અધિકારી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના મળી હતી.

આથી આ સમગ્ર મામલે કિરણસિંહ ગુલાબ સિંહ સોઢા પરમાર નામના જવાનની ફરિયાદના આધારે નડિયાદ ટાઉન પોલીસે હેડ કોન્સ્ટેબલ હરીશકુમાર ડુંગરસિહ ગઢવી સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...