જીવલેણ અકસ્માત:ખેડાના નાયકા પાસે રસ્તો ક્રોસ કરી રહેલા યુવકને ઓલ્ટો કારે ટક્કર મારી, ઘટનાસ્થળે મોત નીપજ્યું

નડિયાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડા ટાઉન પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

ખેડા પાસે નાયકા ગામ નજીક કારની ટક્કરે રોડ ક્રોસ કરી રહેલા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ઘટના પ્રત્યક્ષ નજરે જોનારા મૃતકના કાકાએ સમગ્ર મામલે ખેડા ટાઉન પોલીસ મથકે કાર ચાલક વિરૂદ્ધ ફરિયાદ આપી છે.

ખેડા તાલુકાના નાયકા પાસેના માધુપુરા, કંકુબેનના વાડામાં રહેતા શાંતિભાઈ બાવાભાઈ મકવાણા ગામની નજીક આવેલી કંપનીમાં નોકરી કરે છે. ગઇકાલે ગુરૂવારના રોજ તેઓ બપોરના સમયે ચાલતા પોતાના ઘરે જમવા જઈ રહ્યા હતા. ત્યારે માધુપુરા બસ સ્ટેન્ડ નજીક તેમનો 32 વર્ષીય ભત્રીજો મનીષભાઈ ભાવસિંગભાઈ મકવાણા રોડ ક્રોસ કરી રહ્યો હતો. આ સમયે નાયકા તરફથી આવતી ઓલ્ટો કાર નંબર (GJ 07 DE 0626)ના ચાલકે ઉપરોક્ત રસ્તો ક્રોસ કરી રહેલા મનીષભાઈને ટક્કર મારી હતી.

જેથી મનીષભાઈ રોડ ઉપર પટકાયા હતા. બીજી બાજુ સમગ્ર ઘટના નજરે જોનાર શાંતિભાઈ મકવાણા અહીંયા દોડી આવ્યા હતા અને કાર ચાલક તથા શાંતિભાઈ બંનેએ થઈને ઈજાગ્રસ્ત મનીષભાઈને સારવાર અર્થે ખસેડ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મનીષભાઈનું કરૂણ મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે શાંતિભાઈ બાવાભાઈ મકવાણાએ ખેડા ટાઉન પોલીસ મથકે ઉપરોક્ત ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...