હુમલો:બ્યુટી પાર્લર કોર્સની 7 હજાર ફી પાછી માગી મહિલાને ચાકૂ માર્યુ

નડિયાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડતાલની હરીછાયા સોસાયટીનો બનાવ
  • તમે કશું શીખવાડ્યું નથી કહી પિતા-પુત્રએ હુમલો કર્યો

વિદ્યાનગરમાં બ્યુટી પાર્લર ક્લાસ શિખવતી મહિલાને શીખવા આવતી યુવતીના પિતા-પુત્ર મહિલાને ઘરે આવી ઝઘડો કર્યો હતો. તમે બ્યુટી પાર્લરમાં કશુ શીખવાડ્યું નથી કહી ભરેલી ફી રૂ 7 હજાર પરત આપવાનુ જણાવી મહિલાને ચપ્પુ મારી ગડદાપાટુનો મારમાર્યો હતો. આ બનાવ અંગે ચકલાસી પોલીસે ગુનો નોધ્યો છે.

નડિયાદ તાલુકાના વડતાલ હરિછાયા સોસાયટીમાં રહેતા 35 વર્ષીય મહિલા વિદ્યાનગરમાં બ્યુટી પાર્લર ચલાવે છે. સોમવાર રાતના 8:30 વાગ્યાના અરસામાં તેઓ ઘરે હાજર હતા. તે સમયે બ્યુટી પાર્લર શીખતી યુવતીના પિતા કાભઇ પરમાર અને તેનો ભાઈ રોનક ઘરે આવ્યા હતા. જ્યાં બંને વ્યક્તિ મહિલાને ગાળો બોલી કહ્યુ હતુ કે મારી દિકરીને તમે બ્યુટી પાર્લરમાં કશુ શીખવાડ્યું નથી અને મારી દિકરીએ જે રૂ 7 હજાર ફી ભરી હતી.

તે પાછી આપો કહી એકદમ ઉશ્કેરાઈ જઇ કાઇભએ મહિલાના માથામાં જમણી બાજુ ચપ્પુ મારી ઇજા પહોંચી હતી. જ્યારે રોનકે ગડદાપાટુનો મારમાર્યો હતો તેથી બૂમાબૂમ થતા મહિલાના પતિ અને તેનો દિકરો અને સોસાયટીમાં રહેતા એક રહીશ દોડી આવી વધુ મારમાંથી છોડાવ્યા હતા. આ સમગ્ર બનાવ અંગે ચકલાસી પોલીસે કાભઇભાઇ પરમાર અને રોનક કાભઇભાઇ પરમાર વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...