રખડતા ઢોરનો આતંક:નડિયાદ શહેરની મંગલમૂર્તિ સોસાયટી પાસે રખડતા ઢોરે મહિલાને અડફેટે લેતા ગંભીર

નડિયાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં રખડતા ઢોરનો આતંક છવાતા એકલ દોકલ શહેરીજનોમાં રસ્તે જતાં ભય છવાયો
  • સ્થાનિક નાગરિકોએ પાલિકાની ઢોર પકડવાની ટીમ પર સવાલ ઉઠાવ્યા

નડિયાદમાં રખડતા ઢોરનો શિકાર એક મહિલા બન્યા છે.તેઓ ચાલતા જતા હતા તે સમયે એક રખડતી ગાયે શિંગડે ભરવી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેથી મહિલાએ બચાવો બચાવો બૂમો પાડતા સ્થાનિક નાગરિકો દોડી આવી ગાયના ચુંગાલમાંથી છોડાવી જીવ બચાવ્યા હતો. પાલિકાની ઢોર પકડવાની ટીમ પર સ્થાનિક નાગરિકોએ સવાલ ઉઠાવ્યા છે. શહેરમાં વધતા જતા રખડતા ઢોરના આતંકને કાબુમાં લેવા માંગ કરી છે.

નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલ માઇ મંદિર ચોકડી પાસે આવેલ મંગલમૂર્તિ સોસાયટી પાસે સેજલબેન પટેલ ચાલતા જતા હતા.તે સમયે રખડતા ઢોરનો શિકાર બન્યા હતા. રખડતી ગાયે સેજલબેન પર હુમલો કર્યો હતો. તેમજ મહિલા પર બેસી ગઇ હતી જમીન પર નીચે કિચ્ચડ હોવાના કારણે તેઓ ઉભા થઇ શકતા ન હોવાનું સ્થાનિક નાગરિકોએ જણાવ્યુ હતુ. જેથી ઘવાયેલા સેજલબેન બૂમો પાડતા સ્થાનિક નાગરિકો દોડી આવ્યા હતા. ત્યાં દોડી આવેલા નાગરિકોએ લાકડા અને પથ્થરો મારી મહિલાને રખડતા ઢોરના ચુંગાલમાંથી છોડાવ્યા હતા.

આ બાદ 108 એમ્બ્યુલન્સમાં ઘવાયેલા મહિલાને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આમ નડિયાદ શહેરમાં રખડતા ઢોરનો શિકાર એક મહિલા બનતા સ્થાનિક નાગરિકો રોષે ભરાયા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ અહી આ સમસ્યા રહે છે તેમજ કેટલાક નિર્દોષ વ્યક્તિ રખડતા ઢોરનો ટાર્ગેટ બનતા હોવાનુ જણાવ્યુ છે. પાલિકા દ્વારા રખડતા ઢોર પર કરાતી કામગીરી પર સ્થાનિક નાગરિકોએ સવાલો કરી આક્રોશ વ્યક્ત કર્યા છે.

ટયુશન કરવા માટે જતા રખડતા ઢોરનો શિકાર બન્યા
મંગલમૂર્તિ ચોકડી નજીક ટયુશન કરવા માટે આવી હતી અને ઘરે જઈ રહી હતી. તે સમયે સામેથી ગાય આવતા કારની પાછળ જતા રખડતી ગાયે હુમલો કર્યો હતો. જેથી જમીન પર પટકાતા નીચે કિચ્ચડ હોવાના કારણે ઉભી થઇ શકતી ન હતી. જેથી બચાવો બચાવો બૂમો પાડતા સ્થાનિક નાગરિકો દોડી આવી મને બચાવી લીધી હતી. ગાયે કરેલા હુમલામાં મને હાથમાં અને ઘુંટણમાં ઇજા પહોચી છે. > સેજલબેન પટેલ, સ્થાનિક

અન્ય સમાચારો પણ છે...