ચાલુ ટ્રેનમાં ચોરી:મહેમદાવાદના કનીજ રેલવે સ્ટેશન નજીક ટ્રેનમાં મહિલા મુસાફર ઊંઘી જતા તસ્કરો પર્સની ઉઠાંતરી કરી ગયા

નડિયાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પર્સમાં દાગીના સહીત અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 4.14 લાખનો મુદ્દામાલની શાતિરતા પૂર્વક ચોરી કરાઈ

મહેમદાવાદ નજીકના કનીજ રેલવે સ્ટેશન પાસે ચાલુ ટ્રેનમાંથી એક મહિલા મુસાફરની પાકીટની ચોરી થઈ હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પર્સમાં દાગીના સહીત અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 4.14 લાખનો મુદ્દામાલ હતો. સમગ્ર મામલે નડિયાદ રેલવે પોલીસમા ફરિયાદ નોંધાઈ જવા પામી છે.

નડિયાદ રેલવે પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવી
અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં રહેતા 59 વર્ષિય પારસમલ નેનમલ ભણસાલી પોતાના પરિજનો સાથે 6 સપ્ટેમ્બરના રોજ યશવંતપુરા અમદાવાદ વિકલી ટ્રેનમાં બેસી સુરત આવ્યા હતા. આ દરમિયાન એટલે કે પાંચમી સપ્ટેમ્બરે રાત્રિના સમયે કનીજ રેલ્વે સ્ટેશન પાસે ઉપરોક્ત ટ્રેન ધીમી પડતા આ દરમિયાન તેઓની પત્નીનું લેડીઝ પર્સની કોઈ અજાણા ઈસમોએ ચોરી કરી હોવાનુ ધ્યાને આવ્યું હતું. તેમના પરિવારજનો અને આ મહિલા ઊંઘી રહ્યા હતા ત્યારે તેનો લાભ લઇ અજાણ્યા શકશે આ મહિલાનું બ્રાઉન કોપી કલરનું લેડીઝ પર્સ ની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ટ્રેન ધીમી પડતા આ શખ્સ ટ્રેનમાંથી ઉતરી પણ ચૂક્યો હતો. આ પર્સમાં કાંડા ઘડિયાળ , મોબાઇલ ફોન સહિત કીમતી દર દાગીના અને રોકડા રૂપિયા હતા. સમગ્ર મામલે આજે પારસમલ નેનમલ ભણસાલીએ નડિયાદ રેલવે પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. જેમા કુલ રૂપિયા 4 લાખ 14 હજારનો મુદ્દામાલની ચોરી કરી હોવાનું જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...