કોણ કોને આપશે ટક્કર?:ખેડા જિલ્લાની 6 બેઠક પર જામશે ત્રિપાંખીયો જંગ, માતર બેઠક પર રહેશે સૌની નજર

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે. આગામી 1 અને 5 ડિસેમ્બરે મતદાન અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. ત્યારે ગાંધીનગરની ગાદી કબ્જે કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે ખેડા જિલ્લાની 6 બેઠર પર ત્રિપાખીયો જંગ જામશે.

ખેડા જિલ્લાની 6 બેઠકો જોઈએ તો 115 માતર, 116 નડિયાદ, 117 મહેમદાવાદ, 118 મહુધા, 119 ઠાસરા અને 120 કપડવંજમા ત્રિપાંખિયો જંગ જામશે. અગાઉ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં માતર બેઠક પર ભાજપના ઉમેદવાર કેસરીસિંહ જયસિંહ સોલંકી જીત્યા હતા. નડિયાદ બેઠક પર ભાજપના ઉમેદવાર પંકજભાઈ વિનુભાઇ દેસાઈ વિજેતા થયા હતા. મહેમદાવાદ બેઠક પર ભાજપના ઉમેદવાર અર્જુનસિંહ ચૌહાણે જીત મેળવી હતી. મહુધા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રજીતસિંહ પરમારનો વિજય થયો હતો. ઠાસરા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ સોઢા પરમાર જીત્યા હતા. જ્યારે કપડવંજ બેઠક પર કોંગ્રેસના કાળુસિંહ ડાભીએ જીત મેળવી હતી. આમ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં જિલ્લાની 6 બેઠક પૈકી 3 બેઠક પર ભાજપ જ્યારે 3 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો. તો આવો જાણીએ ગ્રાફિક્સના માધ્યમથી ખેડા જિલ્લાનો રાજકીય ઇતિહાસ...

અન્ય સમાચારો પણ છે...