પરંપરા:પલાણાની પરંપરા, 3 હજારથી વધુ લોકો હોળીના અંગારા પર દોડશે

નડિયાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદના NRI ગામમાં હોળીના દિવસે અહીં મેળા જેવો માહોલ
  • વિદેશમાં રહેતા પલાણાવાસીઓ ખાસ હોળી ધુળેટી મનાવવા આવે છે

શ્રધ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર છે. આધુનિક યુગમાં પણ આવા કિસ્સા જોવા મળતા હોય છે. ખેડા જિલ્લાના વસો તાલુકાના પલાણા ગામે ગ્રામજનો હોળીના સળગતા અંગારા ઉપર ચાલીને હોળી પર્વની ઉજવણી કરે છે. છેલ્લા ઘણા વર્ષોથી ચાલતી આ પરંપરાને પલાણા ગામ અને આસપાસના 3 હજાર થી વધુ લોકો ઉજવી રહ્યા છે.

નડિયાદનું પલાણા એટલે NRI ગામ, પરંતુ અહી આજે પણ પરંપરાનું અનુકરણ થાય છે. લંડન,અમેરીકા, આફ્રિકા સ્થાયી થયેલા લોકો હોળીના તહેવારે પલાણા આવે છે. જેના કારણે હોળીના દિવસે અહીં મેળા જેવું વાતાવરણ સર્જાય છે. ગામની ભાગોળે ટાવર પાસે હોળી પ્રગટાવવામાં આવે છે. સાંજે 6 કલાકે ગ્રામજનો ભેગા થાય, અને ભુદેવ દ્વારા શાસ્ત્રોક્ત પૂજા વિધિ બાદ સાંજે 7 કલાકે હોળી પ્રગટાવવામાં આવે છે. હોળી સંપૂર્ણ પ્રગટી ગયા બાદ અંગારા પાથરવામાં આવે છે.

રાત્રે નવ વાગે ફરી ગ્રામજનો હોળીના સ્થાને એકઠા થઇ ત્યારબાદ મોટા અંગારા ઉપર હસતાં- રમતાં યુવાનો યુવાન-યુવતીઓ ચાલે છે. આ સળગતાં અંગારા પર ચાલતા ગ્રામજનો જોવા માટે સમગ્ર ખેડા જિલ્લામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. હોળીને તહેવારને લઈને સુંદર મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. જેમાં દૂધની ડેરીના કમ્પાઉન્ડમાં ચગડોળ-ટોરાટોરા તેમજ અન્ય ખાણીપીણીની લારીની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. આશરે 40 ફૂટ જેટલી ગોળાઇમાં હોળીના અંગારા ઉપર ગ્રામજનો ચાલે છે. જોકે આ અંગારા ઉપર ચાલવાનું કોઈ ચોક્કસ કારણ કોઈ જણાવી શકતું નથી. તમામ ગ્રામજનો સ્વેચ્છાએ પરંપરાનું અનુકરણ કરે છે.

અન્ય સમાચારો પણ છે...