વિધાનસભા સામાન્ય ચૂંટણી:ખેડા જિલ્લાની 5 વિધાનસભા બેઠકો પર આજે કુલ 17 ઉમેદવારોએ ફોર્મ ભર્યા

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત ખેડા જિલ્લાની 6 વિધાનસભાની બેઠકો માટે બીજા તબક્કામાં 5 મી ડીસેમ્બરના રોજ મતદાન થનાર છે. જે અન્વયે ખેડા જિલ્લામાં સમાવિષ્ટ 6 વિધાનસભાની બેઠકો માટે 10મી નવેમ્બરથી ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઇ ચુકી છે. આજે મંગળવારના રોજ જિલ્લાની 5 વિધાનસભાની બેઠકો પર કુલ 17 ઉમેદવાર દ્વારા કુલ 27 ફોર્મ ભરવામા આવ્યા છે.
115-માતર વિધાનસભા બેઠક ઉપર રાજેશભાઈ દશરથભાઈ રાવળે અપક્ષમાંથી, કલ્પેશભાઈ આશાભાઈ પરમારે ભારતીય જનતા પાર્ટીમાંથી, કનુભાઈ ગોવિંદભાઈ મકવાણાએ ભારતીય જનતા પાર્ટીમાંથી, જનકસિંહ કનુભા ઝાલાએ ભારતીય જનતા પાર્ટીમાંથી; 116-નડિયાદ વિધાનસભા બેઠક ઉપરથી ધ્રુવલકુમાર સાધુભાઈ પટેલે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાંથી, હર્ષદકુમાર સુરેશભાઈ વાઘેલાએ આમ આદમી પાર્ટીમાંથી, સિદ્ધાર્થ મેકવાને અપક્ષમાંથી, પંકજભાઈ વિનુભાઈ દેસાઈએ ભારતીય જનતા પાર્ટીમાંથી, હિતેશભાઈ જીતુભાઈ પટેલે ભારતીય જનતા પાર્ટીમાંથી ફોર્મ ભર્યુ છે.
17મી નવેમ્બરના રોજ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ
​​​​​​​
આ ઉપરાંત અયુબભાઈ હાજીભાઈ વોરાએ અપક્ષમાંથી, દીપકકુમાર જોનભાઈ મલ્હોત્રાએ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે.117- મહેમદાબાદ વિધાનસભા બેઠક પરથી પ્રમોદભાઈ સોમાભાઈ ચૌહાણે આમ આદમી પાર્ટીમાંથી; 118-મહુધા વિધાનસભા બેઠક પરથી ઇન્દ્રસિંહ નટવરસિંહ પરમારે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાંથી, રાવજીભાઈ સોમાભાઈ વાઘેલાએ આદમી પાર્ટીમાંથી; 119-ઠાસરા વિધાનસભા બેઠક પરથી શાંતિલાલ છોટાલાલ પટેલે અપક્ષમાંથી, નટવરસિંહ પુંજાભાઈ રાઠોડે આમ આદમી પાર્ટીમાંથી અને પ્રવિણસિંહ વખતસિંહ પરમારે આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે. નોંધનીય છે કે 17મી નવેમ્બરના રોજ ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસ છે જ્યારે ભરાયેલા ઉમેદવારી પત્રોની 18મી નવેમ્બરના રોજ ચકાસણી કરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...