આખરી મતદાર યાદી જાહેર:ખેડા જિલ્લામાં કુલ 16 લાખ 925 મતદારો વિધાનસભાની ચૂંટણીમા મતદાન કરશે, કપડવંજ વિધાનસભામા સૌથી વધુ મતદારો નોંધાયા

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત રાજ્યની વિધાનસભા સામાન્ય ચૂંટણી જાહેર થવાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. રાજ્ય ચૂંટણી વિભાગ દ્વારા ચૂંટણીની કામગીરીને પ્રથમ તબક્કાની કામગીરીને ભાગરૂપે ખેડા જિલ્લા સહિત રાજ્યના મતદાન મથકોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવી હતી. અત્યાર સુધીમાં ખેડા જિલ્લાના 1099 મતદાન લોકેશન ઉપર 1,744 મતદાન મથકોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. ખેડા જિલ્લામાં 16.9 લાખ મતદારો આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરશે.

જિલ્લામાં 8,16,118 પુરુષ મતદારો
રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીને જાહેર થવાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. રાજ્ય ચૂંટણી વિભાગ દ્વારા રાજ્યના મતદાર માતાધિકારથી વંચિત ન રહે તે માટે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મતદાન મથકો ઉપર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં મતદારો મતદાર યાદીમાં નામ સુધારો, નામ ઉમેરવું, નામ કમી કરવું, મતદાન મથક બદલવું સહિતના કામો કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં ખેડા જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ બાદ જિલ્લામાં 8,16,118 પુરુષ મતદારો અને 7,84,720 મહિલા મતદારો અને 87 અન્ય મતદારો મળીને જિલ્લામાં 16,00,925 મતદારો નોંધાયા છે.

જિલ્લાના 1099 મતદાન મથક ઉપર 1744 મતદાન મથકો
ચૂંટણી વિભાગ દ્વારા વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં EVM અને VV પેટના માધ્યમથી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં મતદાન કરશે તેમ ચૂંટણી વિભાગે જણાવ્યું છે. ખેડા જિલ્લાના 1099 મતદાન મથક લોકેશન ઉપર 1744 મતદાન મથકોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ચૂંટણી વિભગની સુરક્ષા વચ્ચે લાખો મતદારો આગામી વિધાનસભાની ચૂંટણીમા મતદાન કરશે.

ખેડા જિલ્લામાં 6 વિધાનસભા વાઈસ મતદારો જોઈએ:

115 - માતર વિધાનસભા
અહીયા 287 બુથ પર 181 કેન્દ્ર પર 128786 પુરુષ મતદારો સાથે 123349 મહિલા મતદારો અને 9 જેન્ડર મતદારો મળી કુલ 252144 મતદારો નોંધાયા છે.

116 - નડિયાદ વિધાનસભા
અહીયા 253 બુથ પર 136 કેન્દ્ર પર 128729 પુરુષ મતદારો સાથે 135057 મહિલા મતદારો અને 46 જેન્ડર મતદારો મળી કુલ 273832 મતદારો નોંધાયા છે.

117 - મહેમદાવાદ વિધાનસભા
અહીયા 291 બુથ પર 193 કેન્દ્ર પર 127582 પુરુષ મતદારો સાથે 122930 મહિલા મતદારો અને 9 જેન્ડર મતદારો મળી કુલ 250521 મતદારો નોંધાયા છે.

118 - મહુધા વિધાનસભા
અહીયા 273 બુથ પર 167 કેન્દ્ર પર 129330 પુરુષ મતદારો સાથે 122804 મહિલા મતદારો અને 6 જેન્ડર મતદારો મળી કુલ 252140 મતદારો નોંધાયા છે.

119 - ઠાસરા વિધાનસભા
અહીયા 307 બુથ પર 195 કેન્દ્ર પર 139680 પુરુષ મતદારો સાથે 133284 મહિલા મતદારો અને 5 જેન્ડર મતદારો મળી કુલ 272969 મતદારો નોંધાયા છે.

120 - કપડવંજ વિધાનસભા
અહીયા 333 બુથ પર 227 કેન્દ્ર પર 152011 પુરુષ મતદારો સાથે 147296 મહિલા મતદારો અને 12 જેન્ડર મતદારો મળી કુલ 299319 મતદારો નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...