કોરોના સંક્રમણ:કાલસરમાં ત્રણ માસની બાળકી કોરોના પોઝિટિવ

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નડિયાદમાં 2 અને ઠાસરામાં 1 કેસ

ખેડા જિલ્લામાં શુક્રવારના રોજ 3 નવા કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા છે. જેમાં નડિયાદમાં બે અને ઠાસરામાં એક કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા હતા. નડિયાદ શહેરના આરાધના સોસાયટીમાં રહેતા 22 વર્ષીય યુવતી અને મોહીની એપાર્ટમેન્ટમાં રહેતી 34 વર્ષીય પુરુષ, જ્યારે ઠાસરાના વટામણ નવી નગરી 3 મહિનાનુ બાળકીનુ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આરોગ્ય વિભાગે શુક્રવારના રોજ જાહેર કરેલ માહિતી પ્રમાણે જિલ્લામાં 11 વ્યક્તિ સારવાર હેઠળ છે જેમાં 10 વ્યક્તિ હોમ આઇસોલેશનમાં અને 1 વ્યક્તિ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. જ્યારે જિલ્લામાં શુક્રવારના રોજ 1518 વ્યક્તિના સેમ્પલ લેવામાં આવ્યા છે જે તમામ વ્યક્તિ રિપોર્ટ આગામી 24 કલાકમાં જાહેર થશે.

અન્ય સમાચારો પણ છે...