આકસ્મિક દુર્ઘટના:ખેડાના રઢુ ગામે વાત્રક નદીમાં કિશોરનો પગ લપસતાં ડૂબી જતા મોત

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારે શોધખોળ બાદ 24 કલાક પછી કિશોરનો મૃતદેહ મળી આવ્યો

ખેડા તાલુકાના રઢુ ગામની સીમમાંથી પસાર થતી વાત્રક નદી કાંઠે ગામના કિશોર આકસ્મિક રીતે પડી જતાં તેનું પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું છે. ભારે શોધખોળ બાદ 24 કલાક પછી કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો.

સ્થાનિકોએ બચાવવાનો પ્રયાસ પણ કર્યો
ખેડા તાલુકાના રઢુ ગામ પાસેથી પસાર થતી વાત્રક નદીમાં ગત રોજ ગામમા રહેતો 17 વર્ષિય કિશોર મયુર વીઠ્ઠલભાઈ સોલંકી પશુઓને ચરાવવા ગયો હતો. નદી કાંઠે પહોચેલા મયુર આકસ્મિક રીતે પગ લપસતા નદીના પાણીના પ્રવાહમાં તણાયો હતો. આ બાદ સ્થાનિકોને ઘટનાની જાણ થતાં તેઓએ બચાવવા પ્રયાસ કર્યો હતો.‌ પરંતુ ત્યાં સુધી મયુર નદીના ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો.

ખેડા ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ અને ફાયર વિભાગ ટીમ દ્વારા શોધખોળ હાથ ધરાઈ
આ કિશોરને શોધખોળ કરવા માટે સ્થાનિકો અને ફાયર વિભાગની ટીમ કામે લાગી હતી. પરંતુ આમ છતાં પણ કોઈ પત્તો ન લાગ્યો હતો. 24 કલાક બાદ આજે ફરીથી અહીયા શોધખોળ આદરવામાં આવી હતી. ખેડા ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ અને ફાયર વિભાગ ટીમ દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી. દરમિયાન આ કિશોરના મૃતદેહને નદીમાંથી શોધી બહાર કાઢવામાં આવ્યો છે. ખેડા GSDMA દ્વારા મેસેજ મળતા નડિયાદ ફાયર અને gsdmaની રેસ્કયું ટીમ મળીને ગામ વાળાના સહયોગથી 24 કલાકની જહેમત બાદ મૃતદેહ શોધી ખેડા પોલીસને આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...