કાર્યવાહી:સામાજીક કાર્યકરે સગેવગે કરાતો સરકારી અનાજનો જથ્થો ઝડપ્યો

નડિયાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મામલતદારે જથ્થો સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

મહેમદાવાદ તાલુકાના દેવકી વણસોલ ગામમાં આવેલ અનાજના સંચાલક દ્વારા ભીનો થઈ ગયેલ માલ લઇ જતા સામાજિક કાર્યકરે ઝડપી પાડયો હતો. આ અંગેની તપાસ કરતા માલ વહન કરવા માટે કોઈ પ્રકારની મંજૂરી લીધી ન હોવાનું બહાર આવ્યું હતું. સામાજીક કાર્યકરો દ્વારા જથ્થો પકડી સ્થાનિક મામલતદારને સુપ્રત કર્યો હતો. આ અંગે સ્થાનિક મામલતદારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર મહેમદાવાદના દેવકી વણસોલમા આવેલ સરકારી અનાજના દુકાનના સંચાલક દ્વારા ભીનો થઈ ગયેલા સરકારી અનાજનો જથ્થો એક જગ્યાએ થી બીજી જગ્યા પર લઇ જવામાં આવી રહ્યો હતો.

તે સમયે શહેરના મામલતદાર કચેરી પાસે ઉભેલા સામાજિક કાર્યકર દ્વારા અનાજનો જથ્થો લઈ જતા જી.જે.07 વાયઝેડ 7324 નંબરની બંધ બોડી ટેમ્પો રોકી તપાસ કરતા વાહનમાં સરકારી અનાજના કટ્ટા જોવા ળ્યા હતા. જેથી ગાડી ચાલકની પૂછપરછ કરી આ સમગ્ર બનાવ અંગે સ્થાનિક મામલતદાર સંગ્રામસિંહ બારીયાને જાણ કરતા તેઓ બનાવ સ્થળે દોડી આવી અનાજનો જથ્થો સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...