રક્તદાન મહાદાન:નડિયાદના સિનિયર સિટીઝન 100મી વખતે રક્તદાન કરી રેકોર્ડ સર્જયો

નડિયાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન ક્લબ નડિયાદના આજીવન 63 વર્ષિય સભ્ય યોગેશ આર.શાહ દ્વારા 100મી વાર રક્તદાન કરવામાં આવ્યું છે. ઈન્ડીયન રેડ ક્રોસ બ્લડ બેંક સોસાયટી, ખેડા જિલ્લા બ્રાન્ચ, નડિયાદ ખાતે તેઓએ પોતાનું રક્તદાન કર્યું છે.

એક વ્યક્તિનું બ્લડ ડોનેશન ત્રણ વ્યક્તિને જીવન દાન બક્ષી શકે છે
આ પ્રસંગે ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન ક્લબના પદાધિકારીઓ તેમજ રેડક્રોસ બ્લડ બેંકના ડૉ. અરવિંદ શાહ, ઈનચાર્જ નિકેશ વૈદ્ય, શાલિનીબેન ગુપ્તા હાજર રહ્યા હતા. રક્તદાન કરનાર યોગેશ શાહનું બ્લડ બેંકના પદાધિકારીઓ તેમજ ફેડરેશનના પ્રમુખ રાજુ બ્રહ્મભટ્ટ, આઈ.પી.પી. ભાસ્કર પટેલ, સલાહકાર અશોક પંડયા, ભુતપૂવૅ મહામંત્રી અને બ્લડ દાનવીર દિપક દેસાઈ, વિજય પટેલ, ગુણવંત પારેખ, મેહુલ દવે , ઇકબાલ મેમણ વિગેરેની ઉપસ્થિતિમાં મૉમેન્ટો આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. રક્તદાન કરનાર યોગેશ શાહને સૌ ઉપસ્થિત સભ્યો એ ઉત્તમ સ્વાસ્થ્યની શુભેચ્છાઓ પાઠવી હતી. એક વ્યક્તિનું બ્લડ ડોનેશન ત્રણ વ્યક્તિને જીવન દાન બક્ષી શકે છે. એક સશક્ત વ્યક્તિ 65 વષૅની ઉંમર સુધી સતત બ્લડ ડોનેશન કરી શકે છે. જે આપણા સમાજને વિદિત થાય.

અન્ય સમાચારો પણ છે...