બોલાચાલી:પૈસાની લેતી દેતીમાં અણબનાવ, ભાણિયા પર મામા- મામીનો હુમલો

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહુધા લગ્નમાં તમારે અાવવાનું નહીં કહી ઝઘડો કર્યો

અમદાવાદના રામોલમાં રહેતા નાજીસહુસેન મલેક પરિવાર સાથે સોમવારના રોજ માસી શફીયનબાનુના ઘરે લગ્નમાં જતા હતા. લગ્નમાં જવા માટે તેઓ શહેરના શામળવાડમાંથી જતા હતા તે સમયે મામા તોફીકહુસેન જેઓ પેરોલ પર આવ્યા હતા તેમની સાથે તેમના દિકરા મોઇનહુસેન, સુફીયાહુસેન,મામી સબાનાબાનુઅે આવી ગમે તેમ ગાળો બોલી કહ્યું હતું કે તમારે અહી મહુધા આવવાનુ નહી તેમ કહી નાજીસ હુસેન સાથે ઝઘડો કર્યો હતો. વળી તે સમયે તોફીકહુસેન એકદમ ઉશ્કેરાઈ જઇ લાકડાંનો ડંડો માથામાં માર્યો હતો.

તેનું ઉપરાણુ લઇને આવેલા સુફીયાનહુસેન અને સબાનાબાનુ આવી ગમે તેમ ગાળો બોલી હતી. જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મામા તોફીકહુસેન સાથે પૈસાની લેવડ-દેવડના કારણે નાજીસહુસેન સાથે ઝઘડો કર્યો હતો. મહુધા પોલીસે તોફીકહુસેન, મોઇજહુસેન, સુફીયાનહુસેન અને સબાનાબાનુ વિરૂધ્ધ ફરિયાદ નોંધી છે. જ્યારે સામાપક્ષે સાજેદાબાનુ, નાજીસહુસેન, રેહાનહુસેન, મહેજબીન, કમરૂશીના અને સાહીસ્તાબાનુ સામે ફરિયાદ નોંધી છે.

અન્ય સમાચારો પણ છે...