નડિયાદના કમળા જીઆઇડીસી વિસ્તારમાં દુધ લઇ પરત જતી 30 વર્ષીય મહિલાને કપડાં ખેંચી શારીરિક છેડછાડ કરતા મામલો બિચક્યો હતો. દરમિયાન છ અજાણ્યા ઇસમો ઘર પાસે આવી ગાળો બોલી ઘર નજીક પાર્ક કરેલી રીક્ષાને તોડફોડ કરી હતી.આ અંગે પોલીસે ગુનો નોંધ્યો છે.
નડિયાદના કમળા જીઆઇડીસીમાં રહેતા 30 વર્ષીય મહિલા પરિવાર સાથે રહે છે. તા.2 માર્ચના રોજ રાતના 8:15 વાગ્યાના અરસામાં દુધ લઇ પરત આવતા હતા. તે સમયે ભયલુ ઝાલા રસ્તા વચ્ચે ઉભો રહી મહિલાના કપડા ખેંચી શારીરિક છેડછાડ કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેથી મહિલા દોડી ઘર તરફ જતી રહી હતી અને ઘરે હાજર તેના ભાઇને સમગ્ર બનાવની હકીકત જણાવી હતી. દરમિયાન ભયલુ અને પાંચ થી છ અજાણ્યા ઇસમો ત્રણ બાઇક પર આવી બિભત્સ ગાળો બોલી તારા ભાઇને પતાવી દેવાનો છે તેવી ધમકી આપી હતી.
તેથી મહિલા અને તેની માતા બીકના માર્યા ઘરમાં જતા રહેતા અજાણ્યા ઈસમોએ ઘર પાસે પાર્ક કરેલી રીક્ષાને તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે ભયલુ શૈલેષભાઇ ઝાલા વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.
સામાપક્ષે ગલ્લે મસાલો ખાવા ગયેલા યુવકને માર માર્યો
જ્યારે સામાપક્ષે અજીત ઝાલા કમળા ચોકડી પર મસાલો ખાવા જતા શાહરૂખ, સોમા, વિજય ઉર્ફે ગગુ,મયુર અને બીજા આઠથી વધુ વ્યક્તિઓ લાકડાના ડંડા અને લોખંડની પાઇપ થી મારમારી ઘાયલ કર્યો હતો. આ સમગ્ર બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે શાહરૂખ, સોમા વાળંદ, વિજય ઉર્ફે ગગુ જશભાઇ વાળંદ અને મયુર વાળંદ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.