મિલન સમારોહ:નડિયાદમાં નિવૃત્ત પોલીસ સિવિલિયન સ્ટાફ એસોસિએશન દ્વારા મિલન સમારોહનું આયોજન કરાયું

નડિયાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

નિવૃત્ત પોલીસ સિવિલિયન સ્ટાફ એસોસિએશન આયોજિત મિલન સમારંભ ખડાયતા હોલ કોલેજ રોડ નડિયાદ ખાતે યોજાયો હતો. જેમાં સંસ્થાના પ્રમુખ મહેન્દ્ર પટેલ, ઉપપ્રમુખ ગુણવંત ગજ્જર, સેક્રેટરી અનિલ શર્મા તેમજ મુખ્ય મહેમાન પદે નડિયાદના જાણીતા સાહિત્યકાર અને પેન્શન ફોરમના પ્રમુખ ડો.કે.પી. રાજભારતી ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે એલીયા દેસાઈ, યોગેશભાઈ શાહ તેમજ અન્ય મહાનુભાવોની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરી પ્રાર્થના સાથે સુંદર કાર્યક્રમની શરૂઆત કરી હતી.

નડિયાદ ખાતે પહેલી વખત પોલીસ ડિપાર્ટમેન્ટનો આ કાર્યક્રમ યોજવાથી આણંદ, નડિયાદ જિલ્લા તથા સમગ્ર ગુજરાત રાજ્યમાંથી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં 92 વર્ષના સૌથી વરિષ્ઠ નિવૃત કચેરી અધિક્ષક ઉપસ્થિત રહ્યા હતા તેઓનો સાલ ઉઠાડી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે સંસ્થામાં સુંદર સેવા પ્રદાન કરનાર તમામ નિવૃત્ત અધિકારીઓ કર્મચારીઓ તથા કારોબારી સભ્યોનુ પણ આવકારી અભિવાદન કરવામાં આવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...