ફરિયાદ:દુધ ભરવા જતા અડી જતા મહુધાના ખલાડીમાં ઝઘડો

નડિયાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાનથી મારી નાખવાની ધમકી આપી

મહુધાના ઇન્દિરા નગરીમાં રહેતા જશુભાઇ તા.3 જૂનના રોજ સવારે ભત્રીજા વિરેન્દ્રકુમાર સાથે દુધ લઇ ગામની મંડળીમાં ભરવા માટે ગયા હતા. દુધ ભરી કાકા-ભત્રીજો પરત ઘરે આવી રહ્યા હતા તે સમયે ગામના જવાનભાઈ અને મોહનભાઇ સામેથી આવતા હતા તે સમયે ભત્રીજો અડી જતાં ઉશ્કેરાઈ જઇ જાતિવિષયક અપશબ્દો બોલ્યા હતા.

વળી થોડીવાર બાદ જવાનભાઇ અને મોહનભાઈ ઘરે આવી ગાળો બોલી જાતિવિષયક અપશબ્દો બોલ્યા હતા. એટલાથી ન અટકતા ગડદાપાટુનો મારમારી સળગાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે જશુભાઇ કાન્તિભાઇએ મહુધા પોલીસ મથકે જવાનભાઈ અદેસિંહ ભોજાણી, મોહનભાઇ દશરથભાઇ ભોજાણી અને અન્ય બે વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...