નજીવી બાબતે મારમારી:તું મને હેરાન કેમ કરે છે તેમ કહી બે ભાઈઓ વચ્ચે ઝઘડો

નડિયાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હુ તને ક્યાં હેરાન કરૂ છું કહેતા મારમાર્યો

નડિયાદના સલુણ ચોપટી વિષ્ણુપુરામાં રહેતા અરવિંદભાઈ તળપદા ડ્રાઈવીંગ કરી ગુજરાન ચલાવે છે. ગુરૂવારના રોજ તેઓ ઘરે જમવા આવ્યા હતા તે સમયે નાનો ભાઇ વલ્લુભાઇએ ગમે તેમ ગાળો બોલી કહે કે તુ મને હેરાન કેમ કરે છે. જેથી અરવીંદભાઇએ કહેલ કે હુ તને ક્યા હેરાન કરૂ છે તેમ કહેતા વલ્લુભાઇ ઉશ્કેરાઇ જઇ નજીકમાંથી લાકડી લઇ આવી શરીરે લાકડીની ઝાપટ મારી હતી.

વળી તે સમયે વલ્લુભાઇનો દિકરો અલ્પેશ અને તેના પત્ની દરીયાબેન આવી ગડદાપાટુનો મારમારવા લાગ્યા હતા.જેથી અરવીંદભાઇ બૂમાબૂમ કરતા તેમના પત્ની અને દિકરો દોડી આવી વધુ મારમાંથી છોડાવ્યા હતા. આ બનાવ અંગે અરવીંદભાઇ અંબુભાઇ તળપદાએ નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે વલ્લુભાઇ અંબુભાઇ તળપદા, અલ્પેશભાઇ વલ્લુભાઇ તળપદા અને દરીયાબેન વલ્લુભાઇ તળપદા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...