કાર્યવાહી:નડિયાદમાંથી ડુપ્લિકેટ સિગરેટનો જથ્થો પકડાયો

નડિયાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 2 હોલસેલરને ત્યાં આઇટીસીએ દરોડા પાડ્યા
  • અમદાવાદના વેપારી સહિત 4 સામે ગુનો નોંધાયો

નડિયાદમાંથી નકલી સીગારેટનો જથ્થો પકડાતા ચાર વેપારી સામે ગુનો નોંધાયો છે. આઇટીસી કંપનીમાં એરીયા એક્જીક્યુટીવ તરીકે ફરજ બજાવતા પ્રવિણ મહેતાને તા.1 માર્ચના રોજ કંપનીના સેલ્સમેન દ્વારા જાણ કરાઈ હતી કે નડિયાદના સિંધી માર્કેટમાં વિકાસ ટ્રેડર્સ નામની દુકાનમાં કંપનીની ગોલ્ડ ફલ્કે કીંગ બ્લ્યુ સિગારેટના ડુપ્લીકેટ પેકેટનું વેચાણ થાય છે.

જે અન્વયે તા.3 માર્ચના રોજ વિકાસ ટ્રેડર્સમાં દરોડા પાડી સર્ચ કરતા ડુપ્લીકેટ સિગરેટના 38 પેકેટ રૂ 6,270 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દરમિયાન બાજુમાં આવેલ ભારતી ટ્રેડર્સમાં દરોડો પાડતા ડુપ્લીકેટ સિગારેટના 17 પેકેટ રૂ 2805 નો મુદ્દામાલ જપ્ત કરી દુકાનદારોની પૂછપરછ કરતા અમદાવાદના કાલુપુરમાં આવેલ મહાકાળી સ્ટોરમાંથી લાવ્યા હોવાનુ જણાવ્યુ હતુ.

તેથી કંપનીના કર્મચારીઓ અમદાવાદના કાલુપુરમાં દરોડા પાડી સર્ચ કરતા 560 પેકેટ ડુપ્લીકેટ સિગારેટ રૂ 92,400 નો મુદ્દામાલ મળી આવતા જપ્ત કર્યો હતો. આ સમગ્ર બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસે હબીબ મનીયા, રજ્જાક મનીયા, રાજકુમાર ગંભાણી મહાકાળી સ્ટોર અમદાવાદ અને ઓમપ્રકાશ રામચંન્દ્ર કોટવાણી ગુરૂદેવ ટ્રેડર્સ અમદાવાદ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...