બેઠક:આગામી ચોમાસાની પૂર્વ તૈયારી માટે કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને પૂર્વ તૈયારીની મીટીંગ યોજાઈ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંત્રીએ અધિકારીઓ સાથે વાવાઝોડું, ભારે વરસાદ તથા પૂર અંગે પૂર્વ તૈયારીની ચર્ચા કરી

ગુરુવારના રોજ ખેડા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને પ્રિમોન્સૂન, વાવાઝોડું, ભારે વરસાદ તથા પૂર અંગે પૂર્વ તૈયારીની સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠક અંતર્ગત જિલ્લામાં પાછલા વર્ષોમાં પડેલ વરસાદના આંકડા અનુસાર આવનાર ચોમાસાની કામગીરી અંતર્ગત તાલુકા કન્ટ્રોલરૂમ, રેઈન ગેજ, ડી- વોટરિંગ પંપ, જનરેટર વગેરેની સમીક્ષા કરવામાં આવી હતી. વરસાદથી અસરગ્રસ્ત ગામોની યાદીમાં આવતા જિલ્લાના 167 ગામોમાં ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગ રૂપે પ્રત્યેક તાલુકા લેવલે 5 ટીમો તૈનાત કરવામાં આવી છે.

આ બેઠકમાં મંત્રી અર્જુનસિંહ ચૌહાણે તંત્ર દ્વારા વરસાદી પાણીનો નિકાલ, દુર્ઘટના નિવારવા માટેની તૈયારીઓ તંત્ર પાસેથી જાણી પોતાના મંતવ્ય રજુ કાર્ય હતા. ખેડા જિલ્લાના તમામ લોકોને કોઈ પણ હાલાકીનો સામનો કરવો ન પડે તે માટેની વ્યવસ્થા અંગેની સમીક્ષા મંત્રીએ કરી હતી. સમીક્ષા બેઠકમાં મંત્રીએ આરોગ્ય વિભાગની કામગીરી બિરદાવી તેમજ ચોમાસા દરમિયાન લોકોને કોઈ પણ હાલાકી પડે તે માટે 1077 ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે.

આ ઉપરાંત સુજલામ સુફલામ યોજના હેઠળ જિલ્લામાં 173 તળાવો બનાવવાની કામગીરી ચાલુ છે. ઉલ્લેખનીય છે કે આ તળાવો બનવાથી વરસાદી પાણીનો યોગ્ય જતન થશે અને ગામોમાં પાણીની તંગીના પ્રશ્નો પણ ઘટશે. ચોમાસાની પૂર્વ તૈયારી અંતર્ગત જિલ્લામાં 135 આશ્રયસ્થાનો, એનજીઓ સંસ્થાઓ, 516 તરવૈયાઓ અને 199 આપદામિત્રો આપત્તિની સ્થિતિ માટે તૈયાર છે.

જિલ્લા કલેક્ટર કે. એલ. બચાણી, જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે, તથા અધિક નિવાસી કલેકટર બી. એસ. પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ તથા નોડલ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ બેઠક યોજાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...