જીવલેણ અકસ્માત:ઠાસરા બજારમાં ક્રેઈનની ટક્કરે રાહદારીનું મોત, ક્રેઈન ચાલક વાહન લઈ ફરાર થયો

નડિયાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઠાસરા પોલીસે ફેટલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

ખેડા જિલ્લાના ઠાસરામાં પૂરપાટે પસાર થતી ક્રેઈને રાહદારીને ટક્કર મારતા રાહદારીનું મોત નીપજ્યું છ. આ બનાવ સંદર્ભે ઠાસરા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે. ‌

ઉમરેઠ તાલુકાના થામણા ગામે રહેતા અરવિંદભાઈ મનુભાઈ ચુનારા તથા અન્ય સ્વજન આજે શુક્રવારે સવારે ઠાસરા ખાતે આવ્યા હતા. આ બંને લોકો ઠાસરાના ત્રણ બત્તી વિસ્તાર પાસેથી ચાલતા પસાર થઇ રહ્યા હતા. ત્યારે પાછળથી પુરપાટ આવતી નંબર પ્લેટ વગરની ક્રેઈને અરવિંદભાઈ ચુનારાને ટક્કર મારી હતી. જેના બાદ ક્રેઈન ચાલક વાહન લઇને ફરાર થઇ ગયો હતો.

ટક્કર વાગવાથી અરવિંદભાઈ ગંભીર રીતે ઘવાયા હતાં. તેમને તુરંત ખાનગી વાહન મારફતે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જો કે જરૂરી પ્રાથમિક સારવાર મળે તે પહેલા જ અરવિંદભાઈનું મોત નીપજ્યું હતું. આ અકસ્માત સંદર્ભે કનુભાઈ મહજીભાઈ ચુનારાએ ઠાસરા પોલીસ મથકે નંબર વગરના ક્રેઈન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...