મોનીટરીંગ મીટીંગ:ખેડા જિલ્લામાં ચૂંટણીમાં ખર્ચને લઇને ખર્ચ નિરીક્ષકની અધ્યક્ષતામાં મોનીટરીંગ મીટીંગ યોજાઈ

નડિયાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના ઉપલક્ષે જિલ્લાની 6 વિધાનસભા બેઠકો માટે રાજેશ કુમાર તથા વિનીત કુમારની ખર્ચ ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આજરોજ મહેમદાવાદ, ઠાસરા અને કપડવંજની બેઠકો માટેના ખર્ચ નિરીક્ષક રાજેશ કુમારે કલેક્ટર કચેરી ખાતે ફરિયાદ નિવારણ સેલ, ઈએમએમસી કન્ટ્રોલ રૂમ અને માહિતી કેન્દ્રની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન ખર્ચ નિરીક્ષકએ કન્ટ્રોલરૂમ તથા ફરિયાદ નિવારણ સેલની ટીમના ચૂંટણી સંબંધિત જરૂરી આયોજન અંગે સમીક્ષા કરી હતી.

આ બેઠકમાં જિલ્લા ખર્ચ મોનિટરીંગ કમિટીના નોડલ અધિકારીઓ હાજર રહ્યા
કલેક્ટર કચેરી ખાતે મુલાકાત બાદ જિલ્લા પંચાયત ખાતે ખર્ચ નિરીક્ષકશ્રીની અધ્યક્ષતામાં તથા ખર્ચ મોનીટરીંગ નોડલ ઓફિસર અને જિલ્લા વિકાસ અધિકારી એમ. કે. દવેની ઉપસ્થિતિમાં ખર્ચ મોનીટરીંગ કમિટીના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં ખર્ચ નિરીક્ષકએ ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાની માર્ગદર્શિકા મુજબ ચૂંટણીમાં ઉમેદવારના ખર્ચના બુકિંગની પ્રક્રિયાને વિગતે સમજાવી મદદનીશ ખર્ચ નિરીક્ષકો સાથે મહત્વના પાસાઓની ચર્ચા કરી હતી. આ બેઠકમાં જિલ્લા ખર્ચ મોનિટરીંગ કમિટીના નોડલ અધિકારીઓ સહિત મદદનીશ ખર્ચ નિરીક્ષકોની ટીમ હાજર રહી હતી.

અન્ય સમાચારો પણ છે...