ફરિયાદ:ઉછીના આપેલા નાણાં પરત માગતા આધેડને ધારિયુ માર્યુ

નડિયાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચિત્રાસરમાં મહિલાને પૈસા ઉછીના આપ્યા હતા
  • ગામના જ ચાર શખ્સો સામે આધેડની ફરિયાદ

ખેડાના ઠાકોરવાસના ચિત્રાસરમાં રહેતા જગદીશભાઇ ગોહેલએ આઠેક મહિના અગાઉ તેમના ઘરની સામે રહેતા પારૂલબેન ચૌહાણને પૈસાની જરૂર પડતા હાથ ઉછીના રૂ.12 હજાર આપ્યા હતા. જેમાંથી રૂ.7 હજાર પરત આપ્યા હતા. બાકી રહેલા રૂ. 5 હજાર પરત આપવાનો વાયદો પૂરો થતા જગદીશભાઇ પૈસાની માંગણી કરતા પારૂલબેને ઉશ્કેરાઇ ગમેતેમ બોલાચાલી કરી હતી. દરમ્યાન પારૂલબેનનું ઉપરાણું લઇ સુરજ ચૌહાણ, અશોક ચૌહાણ અને પ્રવિણ ચૌહાણ આવીને રૂપિયા પાછા નહિ મળે તેમ કહી માર માર્યો હતો. તેમજ સુરજે ઉશ્કેરાઇ ધારિયું લઇ માથામાં મારી દીધુ હતું.

જે સમયે બુમાબુમ કરતા નજીકમાંથી શૈલેષભાઇ અને વિનોદભાઇ આવીને વધુ મારમાંથી બચાવ્યા હતા. જે વખતે ચારે જણાએ જગદીશભાઇને આજ તો તને જીવતો છોડી દીધો છે, ફરી પૈસા માગીશ તો જાનથી મારી નાખીશું કહ્યું હતું. જગદીશ ગોહેલએ પારૂલબેન ચૌહાણ, સુરજ ચૌહાણ, અશોક ચૌહાણ અને પ્રવિણ ચૌહાણ સામે ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે 4 ઇસમો સામે ગુનો નોંધી સમગ્ર કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...