બેઠક:13 ઓક્ટોબરે નડિયાદ વિધાનસભામાં થનાર મહિલા સંમેલન અંતર્ગત જિલ્લા ભાજપ મહિલા મોરચાની બેઠક યોજાઈ

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષ દિપીકાબેન સરડવાજીની સૂચનાથી 13 ઓક્ટોબરે નડિયાદ વિધાનસભામાં મહિલા સંમેલન થનાર છે, જે અંતર્ગત ખેડા જિલ્લા મહિલા મોરચા પ્રમુખ નલિનીબેન પટેલ, ઉપપ્રમુખ અને જિલ્લા મહિલા મોરચા પ્રભારી શ્રધ્ધાબેન રાજપૂતની અધ્યક્ષતામાં ખેડા જિલ્લા કાર્યાલય ‘કમલમ્‌ ’ ખાતે એક બેઠક યોજાઈ હતી.

જિલ્લા પંચાયતના પ્રમુખ તથા સભ્ય બહેનો હાજર રહી હતી
આ બેઠકમાં મહામંત્રી અલ્વિલાબેન કા.પટેલ તેમજ હેતલબેન રાવળ સહિત જિલ્લા મહિલા મોરચાની મુખ્ય ટીમ અને કારોબારી બહેનો, પ્રદેશની પદાધિકારી બહેનો, જિલ્લાની મુખ્ય ટીમની પદાધિકારી બહેનો, મંડલના પ્રમુખ, મહામંત્રી તથા મુખ્ય ટીમની બહેનો, નગરપાલિકાના પ્રમુખ તથા સભ્ય બહેનો, જિલ્લા પંચાયતના પ્રમુખ તથા સભ્ય બહેનો, તાલુકા પંચાયતના પ્રમુખ તથા સભ્ય બહેનો, જિલ્લા ITSMની બહેનોને કાર્યક્રમને લઈ માર્ગદર્શન અપાયું હતું.

અન્ય સમાચારો પણ છે...