સેવાલિયા સ્થાનિક પોલીસની ટીમ, સર્વિસ સિલેકશન બોર્ડની ટીમ અને સ્ટેટીક સર્વેલન્સની ટીમ આવનાર વિદ્યાનસભાની ચૂંટણી અન્વયે ઇન્દોર-અમદાવાદ હાઇવે રોડ પરના મહારાજના મુવાડા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં હતા. તે સમયે ગોધરા તરફથી આવેલ ધર્મેન્દ્ર ટ્રાવેલ્સ લક્ઝરી બસને ઉભી રાખી ચેકિંગ કરતા બસમાં સવાર નંદકિશોર અતિબલસિંહ કુશવાહ ઉં.વ.25 રહે, નગલાપાઠ યાદવનગર જિ. ઇટાવા ઉત્તરપ્રદેશને શંકાના આધારે ચેકિંગ કરતા તેની પાસે રહેલ મીણીયાની કોથળીમાંથી ભારતીય બનાવટની લોખંડની દેશી પિસ્ટલ મળી આવી હતી. આ બનાવ અંગે સેવાલિયા પોલીસે પિસ્ટલ કિ રૂ.5 હજાર, મોબાઇલ કિ રૂ 500, રોકડ રૂ 1210 મળી કુલ રૂ 6710 નો મુદ્દામાલ જપ્ત કરી આર્મ્સ એકટ અન્વયે ફરિયાદ નોંધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.