108 સંતોના સમૂહ દર્શન અને સમૂહ આરતી સાથે આફ્રિકા ખંડમાં નૈરોબીમાં વડતાલઘામ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી છે. આ મહોત્સવની પોથીયાત્રા, નગરયાત્રા બંને ઐતિહાસિક રહ્યા હતા. ભક્તચિંતામણીની કથા પણ અવિસ્મરણીય બની રહી હતી. કથાના અંતે કે.કે. વરસાણી કચ્છ , પરેશભાઈ પી પટેલ વડતાલ , પરેશભાઈ સી પટેલ મહેળાવ , ચંદ્રેશ બાબરીયા સૌરાષ્ટ્ર વગેરે યજમાન પરિવાર અને પૂર્વ આફ્રિકા મંદિર , દારેસલામ મંદિર અને લંગાટા મંદિરના પ્રમુખોનું સન્માન કરવામાં આવ્યું હતું.
વિરસદ, ખંભાત ,પીજ , વડોદરા , દ્વારકા વગેરે મંદિરોથી 108 જેટલા સંતો મહંતો ઉપસ્થિત રહ્યા
આ પ્રસંગે વડતાલના ચેરમેન દેવપ્રકાશ સ્વામી , મુખ્ય કોઠારી ડો સંત સ્વામી , ગઢપુરના ચેરમેન હરિજીવન સ્વામી , જુનાગઢના ચેરમેન વતિ માધવ સ્વામી , નૌતમપ્રકાશ સ્વામી - મહાસભા પ્રમુખ , નિત્યસ્વરૂપ સ્વામી સરધાર , નિલકંઠચરણ સ્વામી - જેતપુર , ધોલેરાના કોઠારી હરિકેશવ સ્વામી , મુંબઈના કોઠારી ભક્તિપ્રકાશ સ્વામી સાથે વિરસદ, ખંભાત ,પીજ , વડોદરા , દ્વારકા વગેરે મંદિરોથી 108 જેટલા સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.