ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમનો લોકમેળો ચાલી રહ્યો છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટતા મંદિર પરિસર 'જય રણછોડ'ના નાદથી ગુંજી ઉઠ્યું છે. આ લોકમેળામાં પરિવારથી વિખૂટી પડેલ એક બાળકીનો પરિવાર સાથે પોલીસે મિલન કરાવ્યું છે.
ડાકોર ખાતે ચાલી રહેલ ફાગણી પૂનમ પર્વના મેળામાં આવતા દર્શનાર્થીઓને પૂરતી પોલીસની મદદ મળી રહે અંગે માનવીય અભિગમ દાખવવા પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગ વી ચંદ્રશેખર તરફથી તેમજ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક વી. આર. બાજપાઈએ ખેડા જિલ્લાનાઓ દ્વારા ખાસ સુચના કરવામાં આવ્યું હતું. જે અંગે ડાકોર પૂનમ મેળામાં દર્શનાર્થે આવેલ મનીષાબેન ઉંમર વર્ષ 13ની એક બાળકી તેમની સાથે આવેલ ગેનીબેન અને ભેમાભાઈ રહેવાસી સણસોલી તાલુકો બાલાસિનોરનાઓથી વિખુટી પડી જતા તાત્કાલિક મંદિર સેક્ટર 1ના બંદોબસ્ત ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વી. જી. પ્રજાપતિ, સી. પી. આઇ. કપડવંજ તથા પો.સબ.ઇન્સ. એસ. વી. ગોસ્વામી પેરોલ ફર્લો સ્કોડ નડિયાદ દ્વારા ભારે જહેમત ઉઠાવી શોધી કાઢી તેણીને પરિવાર સાથે મેળાપ કરાવતા અત્યંત ભાવવિભોર દ્રશ્યો સર્જાયા હતા. આ કામગીરી બદલ આ પરીવારે ખેડા જિલ્લા પોલીસનો આભાર માન્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.