ખેડા જિલ્લાના કપડવંજ પંથકના ભૂતિયા ગામ તાબેના કૃપાજીના મુવાડામાંથી પોલીસે દરોડો પાડી ગાંજાની ખેતી પકડી પાડી છે. ખેતરમાંથી પોલીસે ગાંજાના છોડનુ વાવેતર ઝડપી પાડ્યુ છે. પોલીસ દ્વારા ખેતરમાં વાવેલ અંદાજીત ત્રણ ટ્રેક્ટર ભરાય એટલા ગાંજાના છોડ કાપી પોલીસે કબજે લીધા છે.
ખેડા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસની ટીમે આજે મંગળવારના રોજ બપોરના સમયે ચોક્કસ બાતમીના આધારે જિલ્લાના કપડવંજ તાલુકાના ભુતિયા ગામના કૃપાજીના મુવાડાની સીમમાં આવેલ મોનાભાઈ સોમાભાઈ ઝાલા અને શંકરભાઈ સોમાભાઈ ઝાલાના ખેતરમાં દરોડો પાડયો હતો. પોલીસે આ બંને ભાઈઓએ ખેતરમાં ગાંજાના છોડનું કરેલું વાવેતર પકડી પાડ્યું હતું.
ખેતરમાંથી મોટા પાયે વાવેતર કરેલ ગાંજાના છોડને જોઈ પોલીસ પણ ચોકી ઉઠી હતી. પોલીસે ગામમાંથી સ્થાનિક શ્રમજીવીઓને બોલાવી ખેતરમાં વાવેતર કરેલ ગાંજાના છોડ કપાવ્યા હતા. જે અંદાજિત ત્રણેક ટ્રેક્ટર ભરાય એટલા થયા હતા. જેનું વજન કરાવવાની કામગીરી હાથધરી છે.પોલીસ દ્વારા બંને ભાઈઓને અટકાયત કરી કાયદેસર કાર્યવાહી કરી છે. હાલ આ પ્રક્રિયા હાથ ધરી છે અને કેટલાની કિંમતનો ગાંજો છે તે પોલીસ તપાસ કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.