બંદુક સાથે શખ્સ ઝડપાયો:ગળતેશ્વરના મહારાજના મુવાડા નવી ચેક પોસ્ટ પરથી લક્ઝરી બસમાંથી દેશી પિસ્તોલ સાથે પરપ્રાંતિય શખ્સ પકડાયો

નડિયાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેવાલિયા પોલીસે બંદુક સહિત કુલ રૂપિયા 10 હજાર 500નો મુદ્દામાલ જપ્ત કર્યો

ગળતેશ્વરના સેવાલીયા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મહારાજના મુવાડા નવી ચેક પોસ્ટ પાસેથી મનાવરથી જામજોધપુર તરફ જતી અમરદીપ ટ્રાવેલ્સ નામની ટ્રાવેલ્સ લક્ઝરી બસમાંથી ભારતીય બનાવટની લોખંડની દેશી પિસ્તોલ પરપ્રાંતીય ઈસમને ઝડપી લેવાયો છે.

જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ બહારના રાજ્યોમાંથી આવતા વાહનોમાંથી ગેરકાયદેસર હથિયાર તેમજ વિદેશી દારૂની હેરાફેરી થતી અટકાવવા માટે જિલ્લામાં પ્રવેશતા નાકાઓ પર સઘન વાહન ચેકીંગ કરવા સુચના આપી છે. જેને ધ્યાનમાં રાખી સેવાલીયા પોલીસે મહારાજના મુવાડા નવી ચેક પોસ્ટ ઉપર વાહન ચેકિંગ હાથ ધર્યું હતું.

દરમિયાન મનાવરથી જામજોધપુર તરફ જતી અમરદીપ ટ્રાવેલ્સ લક્ઝરી બસ નંબર GJ-14-X-2959માંથી વિનોદ ઠાકોરસિંહ અલાવા વગર લાયસન્સે ભારતીય બનાવટની લોખંડની દેશી પિસ્તોલ નંગ-1 કિંમત રૂપિયા 5 હજાર તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 10 હજાર 500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સેવાલિયા પોલીસે આ ઇસમ સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આ પિસ્તોલ ક્યાંથી લાવ્યો હતો અને ક્યાં વેચવા જવાનો હતો. તે દિશામાં પોલીસે પુછપરછ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સેવાલિયા પોલીસ દ્વારા છેલ્લા બે મહિનામાં આ ચેકપોસ્ટ પાસેથી ઘાતક હથિયાર પકડવાની કામગીરી ખૂબ જ સારી કરી છે. તેમણે ઘણા લોકોને હથિયાર સાથે પકડી પાડી જેલના હવાલે કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...