બાળક ત્યજી દેવાનો સિલસિલો યથાવત્:નડિયાદ કોર્ટ કમ્પાઉન્ડમાં ત્યજી દીધેલા નવજાત બાળકને મહિલા જજ હોસ્પિટલ લઈ પહોંચ્યાં

નડિયાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
મહિલા જજે નવજાત બાળકને હોસ્પિટલ ખસેડ્યું હતું - Divya Bhaskar
મહિલા જજે નવજાત બાળકને હોસ્પિટલ ખસેડ્યું હતું
  • 7 મહિનામાં શિશુને ત્યજી દેવાની 5મી ઘટના

ખેડા જિલ્લાના વડા મથક નડિયાદમાં બાળક ત્યજી દેવાનો સિલસિલો શરૂ રહ્યો છે. શનિવાર ઢળતી સાંજે નડિયાદ સેશન્સ કોર્ટમાં નવજાત બાળક મળી આવ્યાંની ઘટના સામે આવી હતી. જો કે મહત્વની બાબત એ છે કે કોર્ટના જજ કોર્ટની કામગીરી પૂર્ણ કરી બહાર આવી રહ્યાં હતા તે સમયે નવજાત બાળકને જોતાં તેઓ ખૂદ બાળકને લઈને તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા.

નવજાત શિશુની તબિયત સારી, પોલીસે માતા-પિતાની શોધ માટે તપાસ શરૂ કરી
નડિયાદ સેશન્સ કોર્ટમાં સિનિયર સિવિલ જજ ચિત્રાબેન ફરજ બજાવી રહ્યાં છે. તેઓ તેમની કોર્ટની કાર્યવાહી પૂર્ણ કરી શનિવારની ઢળતી સાંજના 5:30 વાગ્યાના અરસામાં બહાર નીકળી રહ્યાં હતા તે સમયે કોર્ટ કમ્પાઉન્ડમાં એક નવજાત બાળક મળી આવ્યું હતુ. જો કે પરિસરમાં હાજર કેટલાય વ્યક્તિઓમાંથી મહિલા જજે નવજાત બાળકને જોતા બાળક નવજાત અને છોકરો હતો. આ બાદ તે નવજાત બાળકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યું છે.

ત્યાં ડો સંજય નાયક અને ચાંદની નાયક નવજાત બાળકની તપાસ કરતાં બાળક સ્વસ્થ હોવાનું જણાવી સારવાર કરી રહ્યાં છે. બનાવની જાણ સ્થાનિક પોલીસને થતા પોલીસ ટીમ બનાવ સ્થળે દોડી આવી બાળકને કોણ ત્યજી ગયુ છે તે અંગેની દિશામાં તપાસ આરંભી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નડિયાદમાં નવજાત બાળક મળી આવ્યાંની 7 માસમાં પાંચમી ઘટના પ્રકાશમાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...