જમીનની લેતીદેતી:20 લાખ માગી ખેડૂતનું કારમાં અપહરણ એક કલાક બાદ કનીજ પાસે ઉતારી મૂક્યાં

નડિયાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેમદાવાદના બે માથાભારે શખ્સોનું કારસ્તાન

મહેમદાવાદના ખેડૂતે વેચાતી રાખેલી જમીનમાં અમારે ખર્ચે થયો છે તે અાપવો પડશે તેમ કહી 2 શખ્સોઅે કારમાં અપહરણ કર્યુ હતું. જો કે ખેડૂતના મોબાઇલ પર વારંવાર કોલ અાવતા હોવાથી ડરી જઇ કનીજ પાસે ઉતારી બંને ફરાર થઇ ગયા હતા.

મહેમદાવાદ ખાત્રજમાં રહેતા વિપુલભાઇ પટેલ ખેતી તથા જમીન-લે વેચનું કામ કરે છે. તેમણે 13 જુલાઈઅે માતરના સોખડા ગામના શૈલેષ વાઘેલાની જમીન રૂ 45 લાખમાં લેવાનું નક્કી કરી રૂા.12 લાખ આપ્યા હતા. બાકીના પૈસા દસ્તાવેજ કરે ત્યારે આપવાનું નક્કી થયું હતું. 28 જુલાઇઅે જમીનની પાવર ઓફ એટર્ની કરાવી ફરી રૂ 3.87 લાખ શૈલેષના ખાતામાં જમા કરાવ્યા હતા. પરંતુ જમીન નામે ન થતાં શૈલેષ પાસે પૈસા પરત માગ્યા હતા.

દરમિયાન12 ઓકટોબરે વિપુલભાઇ કામ અર્થે પીઠાઇ ગયા હતા. ત્યારે ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે તમે અગાઉ રાખેલી સોખડાવાળી જમીન બાબતે વાતચીત કરવી છે,તમે મહેમદાવાદ ભાગ્યોદય હોટલ મળવા આવો, જેથી વિપુલભાઇ હોટલ પર મળવા જતા ત્યાં હાજર મહીજના અજય રબારી અને વિજય રબારીઅે કહ્યું હતું કે તમે સોખડા ગામની જમીન રાખી છે, જેમાં અમને રૂ 20 લાખનો ખર્ચ થયો છે તે અમને આપી દો, જેથી વિપુલભાઇએ કહ્યું હતું કે હજુ મારો હિસાબ પૂરો થયો નથી, જેથી બંનેઅે ઉશ્કેરાઈ જઇ વિપુલને કારમાં બેસાડી અમદાવાદ તરફ હંકારી મૂકી મોબાઇલ લઇ લીધો હતો.

દરમિયાન મોબાઇલ પર વારંવાર કોલ આવતા વિપુલભાઈને કનીજ ગામના રોડ પર ઉતારી જતા રહ્યા હતા. સમગ્ર બનાવ અંગે મહેમદાવાદ પોલીસે અજયભાઇ રબારી અને વિજયભાઇ રબારી વિરૂધ્ધ ફરિયાદ નોંધી છે.

અન્ય સમાચારો પણ છે...