સગીરા પર દુષ્કર્મ:નડિયાદના એક ગામની સગીરાને ભગાડી જઇ શારીરિક અત્યાચાર ગુજારનાર યુવક સામે ચકલાસી પોલીસમાં ફરિયાદ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નડિયાદ તાલુકાના ચકલાસીના દેવનગરના શખ્સે સગીરાને ભગાડી જાઇ તેણીની સાથે શારીરિક અત્યાચાર ગુજાર્યો છે. આ બાબતની ફરિયાદ ચકલાસી પોલીસમાં નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી દીધી છે.

ચકલાસી પોલીસે આરોપીની ધરપકડ કરી
ચકલાસી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ચકલાસીના શખ્સના મનમાં નજીકના વિસ્તારમાં રહેતી એક 16 વર્ષની કિશોરી વસી ગઈ હતી. જેથી તેણે તેની સાથે સંપર્ક વધાર્યા હતા અને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. આ બાદ વિવિધ જગ્યા પર ફેરવી તેની મરજી સંમતિ વગર તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ બાબતની ફરિયાદ ચકલાસી પોલીસમાં નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...