ઝેરી સાપે દેખા દેતા નાસભાગ:નડિયાદની એક સોસાયટીમાં ઝેરી સાપ જોવા મળતા લોકો ગભરાયા, IDRRCની ટીમે રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યો

નડિયાદ25 દિવસ પહેલા

નડિયાદમાં પોશ વિસ્તાર ગણાતા વાણીયાવડ ખાતેની એક સોસાયટીમાંથી ફુંફાડા મારતો ઝેરી સાપે દેખા દેતા નાસભાગ મચી હતી. સ્થાનિકો આ સાપને અજગર સમજી લેતા ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, IDRRCની ટીમને જાણ થતા આ ઝેરી સાપનું રેસ્ક્યુ કરી તેને પકડી સલામત સ્થળે છોડી દેવામાં આવ્યો હતો. જેથી સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.

લોકોના જીવ અધ્ધર થયા હતા
નડિયાદ શહેરના વાણીયાવડ વિસ્તાર ખાતેની ડી માર્ટ સામે આવેલી સ્પર્શ વિલા સોસાયટીના ગેટ પાસેથી ગતરાત્રે અંદાજીત સાડા ચાર ફુટનો સાપ મળી જોવા મળતા નાસભાગ મચી ગઇ હતી. આ સાપ ફુંફાડા મારતા અને અજગર જેવી પેર્ટનનો હોવાથી સ્થાનિકો સાપને અજગર સમજી બેઠા હતા. જેના કારણે અહીયા રહેતા લોકોના જીવ અધ્ધર થયા હતા. ઘટનાની જાણ IDRRC ટીમને થતાં આ ટીમનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

આ સાપ રસલ વાયપર (ખડ ચિતડો) છે: સાગર ચૌહાણ
આ ટીમના સાગર ચૌહાણ, યત્ન ચોક્સી, નિર્સગ શાહ અને અભીએ લગભગ 30 મીનીટની ભારે જહેમત બાદ ઝેરી સાપને સ્નેક સ્ટીક વડે પકડી લીધો હતો અને સાપને એક બરણીમા પુરી તેને સહી સલામત સલામત સ્થળે છોડી દેવાયો છે. આ ટીમના સાગર ચૌહાણે જણાવ્યું હતું કે, આશરે સાડા ચાર ફુટ જેટલો લાંબો આ સાપને લોકો પહેલા અજગર સમજી બેઠા હતા. ફુંફાડા મારતો આ સાપ રસલ વાયપર (ખડ ચિતડો) છે, જાણે કુકરની સીસોટી ના વાગતી હોય તેવો અવાજ કરી રહ્યો હતો. આ સાપ અંત્યંત ઝેરી સાપ કહી શકાય, આ સાપનું રેસ્કયુ કરી તેને સહિસલામત નોન રેસીડેન્સીયલ સ્થળે છોડી દેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...