મોન્સુન સક્રિય:નડિયાદ સહિત સમગ્ર જિલ્લાના વાતાવરણમાં પલટો, અમી છાંટા વરસતા લોકોને ગરમીમાંથી થોડી રાહત

નડિયાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં છુટા છવાયા સ્થળો પર અમી છાંટણા, રાત્રે વરસાદની શક્યતા

રાજ્યના અનેક જિલ્લામાં આજે મેઘરાજાએ હેત વરસાવ્યું હતું. ત્યારે નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. જે બાદ અમી છાંટણા વરસતા લોકોને ગરમીમાંથી રાહત થઈ હતી. ગરમી બાદ હવે સમગ્ર રાજ્યમાં ચોમાસું બેસી ગયું છે. રાજ્યમાં ક્યાંક હળવા તો ક્યાંક મધ્યમ વરસાદની આગાહી થઈ છે. આ વચ્ચે મધ્ય ગુજરાતમાં પણ વરસાદના એંધાણ દેખાઈ રહ્યા છે.

જિલ્લામાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો

ખેડા જિલ્લામાં રવિવારે સમી સાંજે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. આકાશમાં વાદળો ઘેરાતા વરસાદ પડે તેવા સંકેતો મળી રહ્યા છે. રવિવારે સમી સાંજ બાદ આવેલા વાતાવરણમા પલટાને કારણે ગરમીમાં ઘટાડો થયો છે. તો બીજી બાજુ પવનની ગતિ પણ વધી છે. આવનારા કલાકોમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ પડે તો નવાઈ નહી.

આકાશમાં ગાઢ વાદળો છવાતા વરસાદની આશા

ગરમીથી ત્રસ્ત જિલ્લાવાસીઓ ચોમાસાની રાહ જોઈ બેઠા હતા ત્યારે હવે આતુરતાના અંત આવ્યો છે તેમ લાગી રહ્યું છે જોકે, આ વર્ષે વરસાદ વહેલો હોવાનું પણ મનાય રહ્યું છે. સમગ્ર જિલ્લામાં રવિવારે સાંજે આવેલા વાતાવરણના પલટાને કારણે જિલ્લામાં છુટા છવાયા સ્થળો પર અમીછાંટણા વરસાદ વરસ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. આકાશમાં ગાઢ વાદળો જોતા મોડી રાત્રે જિલ્લામાં વરસાદ વરસે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જોકે આ અમીછાંટણા વરસાદથી અને વાદળછાયા વાતાવરણથી ગરમીમાં રાહત મળી છે.

અન્ય સમાચારો પણ છે...