• Gujarati News
  • Local
  • Gujarat
  • Kheda
  • Nadiad
  • A Ceremony To Honor The Best Teachers Of The Taluka And District Level Was Held In Nadiad Under The Chairmanship Of Pankaj Desai, Speaker Of The Legislative Assembly.

શિક્ષકોનો સન્માન સમારોહ:નડિયાદમાં વિધાનસભાના દંડક પંકજ દેસાઈના અધ્યક્ષ સ્થાને તાલુકા તથા જિલ્લાકક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા તથા તાલુકાકક્ષાના 11 શ્રેષ્ઠ શિક્ષકોને પ્રશસ્તિ પત્ર તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરાયા

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તેમજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, ખેડાના સંયુક્ત ઉપક્રમે ખેડા જિલ્લાના તાલુકા તથા જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે ઈપ્કોવાળા હોલમાં વિધાનસભાના દંડક પંકજ દેસાઈના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

ડ્રોપઆઉટનું પ્રમાણ ઘટે તે શિક્ષકોની જવાબદારી છે
આ કાર્યક્રમમાં પ્રાસંગિક સંબોધન આપતા દંડક એ શિક્ષકોને જણાવ્યું કે,સમાજમાં સૌથી અગત્યની જવાબદારી શિક્ષકની હોય છે. એક માતા-પિતા બાળકને જન્મ આપે છે પરંતુ શિક્ષક બાળકમાં શિક્ષાની સાથે સંસ્કારોનું પણ સિંચન કરતુ હોય છે. વિધાનસભાના દંડક એ એવોર્ડ પ્રાપ્ત કરતા શિક્ષકોને

અભિનંદન પાઠવ્યા અને ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણાને યાદ કર્યા અને તેમની કાર્યશેલી વિષે શિક્ષકોને માહિતગાર કર્યા સાથોસાથ પ્રાથમિક શિક્ષણ અંગે શિક્ષકોથી વિનંતી કરી કે તાલુકા કક્ષાએ અને ગામમાં બાળકો પ્રાથમિક શિક્ષણથી વંચિત ન રહે અને ડ્રોપઆઉટનું પ્રમાણ ઘટે તે શિક્ષકોની જવાબદારી છે અને પ્રાથમિક શિક્ષણ એ બાળકોનું બંધારણીય અધિકાર છે, ગુજરાતમાં કોઈ પણ બાળક પ્રાથમિક શિક્ષણ થી વંચિત ન રહે તે માટે સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે. વધુમાં દંડકએ ઉમેર્યું કે, આજે ગુજરાતમાં પર્યાપ્ત માત્રામાં શિક્ષકો છે અને સરકાર શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી, ગુણોત્સવ જેવા કાર્યક્રમો થકી નાગરિકોમાં શિક્ષાનું મહત્વ અને જાગૃતત્તા લાવી રહી છે.

વિધાસહાયકોની ભરતી પણ સરકાર ટૂંક સમયમાં કરાશે
આ કાર્યક્રમ અંતર્ગત દંડક પંકજભાઈ દેસાઈએ શાળામાં સારું પરિણામ લાવવા બદલ 15 જેટલા વિધાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માન કર્યું હતું. શિક્ષકોના પડતર પ્રશ્નોની વાત કરતા વિધાનસભાના દંડકએ જણાવ્યું કે, શિક્ષકોની બઢતી, સિનિયોરીટી, પેન્શન જેવા પ્રશ્નો માટે સરકારનું વલણ હકારાત્મક છે. સાથોસાથ લગભગ 3300 જેટલી વિધાસહાયકોની ભરતી પણ સરકાર ટૂંક સમયમાં કરશે. ગુજરાતના ખૂણે-ખૂણે શિક્ષણનો વ્યાપ વધે તે માટે સરકાર દ્વારા લગભગ 10 હજાર પ્રવાસી શિક્ષકોની નિયુક્તિ કરવામાં આવી છે. દિવ્યાંગ બાળકો માટે 1500 કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવામાં આવી છે.

જિલ્‍લા શિક્ષણાધિકારી એસ.ડી.પટેલે સૌને આવકાર્યા હતા
જિલ્લા કક્ષાએ ચંદ્રેશકુમાર ડેડાણી, સંજયકુમાર વાઘેલા, માધવસિંહ ગઢવી જયારે તાલુકા કક્ષાએ એઝાઝઅહેમદ મુકરદમ, ભગીરથીબેન પ્રજાપતિ, સુજયકુમાર પટેલ, હેમાંગીનીબેન ભટ્ટ, હર્ષદકુમાર વણકર, પન્નાબેન પરમાર, તેજશભાઈ શાહ, રેખાબેન ગણેશભાઈ વાઘેલાને શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન મળ્યું હતું. કાર્યક્રમના આરંભે જિલ્‍લા શિક્ષણાધિકારી એસ.ડી.પટેલે સૌને આવકાર્યા હતા. જયારે આભાર દર્શન જિલ્‍લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.એ.પટેલે કર્યુ હતું.

400થી વધુ શિક્ષકો હાજર રહ્યા
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, કલેકટર કે.એલ.બચાણી, જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન એફ.યુ.ચૌહાણ, નગરપાલિકા પ્રમુખ રંજનબેન વાઘેલા, નગર શિક્ષણ સમિતિના ચેરમેન એ.આઈ.પંડયા, ઈ.ચા.ડાઈટ પ્રાચાર્ય એમ.બી.પરમાર જિલ્લા પ્રાથમિક શાળાના 900થી વધુ અને માધ્યમિક શાળાના 400 થી વધુ શિક્ષકો ઉપરાંત તમામ શિક્ષણ સંઘોના આગેવાનો અને શિક્ષણને સંલગ્ન અધિકારીઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...