ખેપ:ગુતાલના બૂટલેગરે મંગાવેલો 59 હજારનો દારૂ લાવતી કાર પકડાઇ

નડિયાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અલીન્દ્રા ભરવાડપૂરા પાટીયા પાસે ચેકિંગમાં સપડાયાં
  • કારચાલક સહિત 2ની અટકાયત, 2 બૂટલેગર વોન્ટેડ

જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે ચકલાસી તાબાના અલીન્દ્રા ગામ નજીકના ભરવાડપૂરા પાટીયા નજીકથી કારમાંથી વિદેશી દારૂ ઝડપી પાડયો હતો. આ સમગ્ર બનાવમાં રૂ 59 હજારનો વિદેશી દારૂ સાથે બે ઇસમોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા 3 દિવસમાં રાજસ્થાનથી લવાતા દારૂ સાથે ત્રીજી કાર પકડાઇ છે.

ક્રાઇમ બ્રાન્ચને મળેલ બાતમી આધારે ચકલાસીના અલીન્દ્રા ગામ નજીકના ભરવાડપૂરા પાટીયા નજીક બુધવારે મોડી રાતના વોચ ગોઠવી રોડ પર આડાસ મૂકી કારને રોકી લીધી હતી. કારની તલાશી લેતા કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરના ટીન મળી આવ્યા હતા. પોલીસ ટીમે રૂ 59,740 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

જ્યારે પકડાયેલા કારનો ચાલક ઉર્વેશ અર્જુન તળપદા અને બાજુની સીટ પર બેઠેલ શાહીલ સુરેશ તળપદાની પૂછપરછ કરતા વિદેશી દારૂ રાજસ્થાનના ઠેકા ઉપરથી લાવ્યા હતા અને આ વિદેશી દારૂ ધર્મેશ ઉર્ફે ધમો ભીખાભાઈ તળપદા રહે,મહાકાળી મંદિર પાસે ગુતાલ અને સંજય તળપદા હાલ રહે,ગુતાલ મહાદેવ ફળીયાને આપવાનો હોવાનુ જણાવ્યુ હતુ. આ સમગ્ર બનાવ અંગે ચકલાસી પોલીસે કુલ ચાર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...