અમદાવાદ દિલ્હી ચકલા વિસ્તારમાં રહેતા અને મહુધા ખાતે લગ્ન કરાનાર સૈયદ હબીબુલ્લાહ ફતેહમોહમ્મદ અને તેઓની પત્ની દ્વારા મહુધાના 13 ઈસમોને 10.50 લાખ રૂપિયા ધંધાર્થે હાથ ઉછીના આપ્યા હતા. જે નાણાં પરત લેવાની ઉઘરાણી કરતા ઈસમો દ્વારા રૂપિયા પરત નહી મળે થાય તે કરીલો, તેવી ધમકી આપી. પાકિસ્તાનમાં બેઠેલા આકાઓ પાસે ફોન કરાવી કાશ્મીરી આંતકવાદીઓને બોલાવી પરિવાર સમેત ગાયબ કરવાની ફોન પર ધમકીઓ આપતા સમગ્ર મામાલે રાજ્યના ગૃહમંત્રી સુધી પહોંચ્યો છે.
ફૂટવેરના ધંધામાં ખોટ ગઈ હોવાનું કહી 2017માં રૂ.5.50 લાખ ચેક મારફતે આપ્યા હતા
રાજ્યના ગૃહમંત્રીને કરાયેલ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, ફરિયાદી સૈયદ હબીબુલ્લાહના લગ્ન મહુધા મુકામે થયા હતા. જેથી તેઓ અવારનવાર મહુધા આવતા જતા હતા. દરમિયાન નગરના આશીફહુસેન મલેક, નસીમબાનું મલેક, આબીદહુસેન મલેક અને અબ્દુલ મજીદ મલેક સહિતના શખ્સ સાથે તેઓના ઘનિષ્ઠ સંબંધો થયા હતા. એકબીજા સાથે સારા સંબંધો કેળવાતા આશીફ અને આબીદ મલેકે પોતના ફૂટવેરના ધંધામાં ખોટ ગઈ હોવાનું કહી હબીબુલ્લાહ પાસેથી 2017માં હાથ ઉછીના ચેક મારફતે રૂ.5.50 લાખ આપ્યા હતા.
બંને ઈસમોએ તેઓની ઓળખાણ નડિયાદ ઇન્ડિયા હોટેલની સામે આવેલ ફૂટવેરના હોલસેલ વહેપારી રાજુભાઈ સાથે કરાવી હતી, અને બન્ને ઈસમોએ રાજુભાઈને થોડા નાણાંની જરૂર હોવાનું કહી હબીબુલ્લાહની પત્ની પાસેથી બે લાખ રૂપિયા ઉછીના અપાવ્યા હતા. પરંતુ જ્યારે તે રૂપિયા પરત લેવા ગયા ત્યારે આબીદ અને આશીફને બે લાખ પેટે બે લાખનો ફૂટવેરનો સામાન લઇ ગયા છે. તેમ વેપારીએ જણાવતા હબીબુલ્લાહ દંગ રહી ગયા હતા. એન તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો.
છેતરપિંડી કરનાર ઈસમો કાશ્મીર અને પાકિસ્તાન સ્થિત આંતકવાદીઓ સાથે સંપર્ક રહેલા છે
અરજીમાં આક્ષેપ કર્યો છે કે આસિફ મલેક અને આબીદ માલેકના પાકિસ્તાન ખાતે સંબંધ હોવાથી શહેજાદ બાવા અને શહીદ બાવા સહીત અન્ય એક ઈસમ પાકિસ્તાનથી ટેલિફોન કરી ધમકી આપી રહ્યો છે. આ લોકોને પાકિસ્તાનથી હવાલા મારફતે પૈસા પણ મેળવતા હોવાના આક્ષેપો કર્યા છે.
બીજી તરફ વજીરોદ્દીન કાજી નામના શખ્સ દ્વારા હબીબુલ્લાહને ધમકી આપતાં જણાવ્યું હતું કે "અમે કાશ્મીરમાંથી માણસો બોલાવી લાવી તમને અને તમારા દીકરાને ક્યાય ઉઠાવી જઈશું કોઈને ખબર નહિ પડે, ક્યાંય ખોવાઈ જશો’. છેતરપિંડી કરનાર ઈસમો કાશ્મીર અને પાકિસ્તાન સ્થિત આંતકવાદીઓ સાથે સંપર્ક રહેલા છે, અને દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. ત્યારે તમામ ઈસમોને પકડી તેઓની સામે યોગ્ય કાર્યવાહી કરવા ગૃહ મંત્રી સમક્ષ માગ કરવામાં આવી છે.
જોકે ગૃહમંત્રીને અરજી કર્યાના 15 દિવસ વીતી ગયા ત્યાં સુધી જિલ્લા પોલીસ પાસે કોઇ તપાસ નહી આવ્યાનું જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું. ત્યારે આ અરજીમાં કરાયેલા આક્ષેપમાં કેટલું તથ્ય છે તે પણ સમય જ બતાવશે.
કયાં ઇસમો વિરુદ્ધ અરજી કરાઈ
આશીફ મલેક, આબીદ મલેક, અબ્દુલ મજીદ મલેક, ચોક્સી ગોકળદાસ, નસીમબાનું મલેક, સાબિરહુસેન મલેક, સાહિસ્તાબાનું મલેક, વજીરોદ્દીન કાજી, નાસીર ઉર્ફે ગટી તમામ રહે.મહુધા. રાજેશભાઈ રહે.નડિયાદ.
સોનાના ઘરેણાની ખરીદીમાં પણ છેતરપિંડી
સમય વીતતા દંપત્તિને સોનાની ખરીદી કરવી હોવાથી આબીદને વાત કરતા આબીદ નગરના ચોક્સી ગોકળદાસ મગનદાસને ત્યાં લઈ ગયો હતો. જ્યાં દુકાનદારે પેમેન્ટ આપ્યા બાદ જ દાગીના આપીશ તેમ જણાવ્યું હતું. જેના પગલે હબીબુલ્લાહે દુકાનદારને 1.75 લાખ રૂપિયા ત્રણ હપ્તે ચેક દ્વારા આપ્યા. જયારે 1.25 લાખ રૂપિયા રોકડા ચૂકવ્યા હતા.
પરંતુ હબીબુલ્લાહ જ્યારે ઘરેણાં લેવા ગયા ત્યારે નસીમબાનું અને અબ્દુલમજીદ તમામ ઘરેણાં લઈ ગયા હોવાનું જણાવ્યું હતું. જેના પગલે તેઓએ નસીમબાનું અને અબ્દુલમજીદ પાસે પોતાના ઘરેણાંની માંગણી કરતા "તમારા ઘરેણાં આપવાના નથી, તમારાથી થાય તે કરી લો" કહેતા તેઓના પગ તળિયે થી જમીન ધસી ગઈ હતી.
પાકિસ્તાન સ્થિત ઈસમોના નામ અને નંબર
1. શહેઝાદ બાવા રહે. કરાચી (પાકિસ્તાન, મો : 00923158300901)
2. શાહિદ બાવા રહે.કરાચી (પાકિસ્તાન, મો : 00923212832007)
3. પાકિસ્તાની અન્ય ઈસમો જેઓના નામ ખબર નથી રહે. કરાચી (મો : 00923212832005)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.