કઠલાલના મિર્ઝાપૂરમાં રહેતા શંકરભાઇ ડાભી ઉં.75 એ વર્ષ-2003-04 માં ગામના ભીમસિંહ ડાભી પાસેથી કઠલાલ સીમના સર્વે નં 102/10, 102/11,102/12,102/3, 102/4,102/6,102/8,10 2/9, તથા 102/5 જેનો ખાતા નંબર 377 વાળી જમીન લીધી હતી અને તેનો કબ્જો શંકરભાઇ પાસે છે.તા.5 જૂન 2021 ના રોજ ઉપરોક્ત જમીનની સાત બારની નકલ કઠલાલ મામલતદાર કચેરીમાંથી કઢાવતા તા.1 જૂન 2021 ના રોજ મિત્તલ પટેલના નામની જમીનમાં કાચી એન્ટ્રી પડી હતી.
જે અંગે કઠલાલ મામલતદાર કચેરી ખાતે તપાસ કરતા તા.1 એપ્રિલ 2021 ના રોજ દસ્તાવેજ થયો હતો.જે પાવર ઓફ એટર્ની સી.યુ.સેલતની રૂબરૂમાં અને પાવર લેનાર તરીકે વિરેન્દ્ર શર્માનુ નામ લખ્યુ હતુ અને પાવર આપનારમાં શંકરભાઇનુ નામ હતુ.વળી ખોટી પાવર ઓફ એટર્ની માં સુકેતુ પટેલ અને રાહુલ દેસાઇ સાક્ષી તરીકે રહ્યા હતા.આ અંગે શંકરભાઈએ તા.7 જૂનના રોજ 2021 ના રોજ મામલતદાર કચેરી ખાતે વાંધા અરજી કરી હતી.
પરંતુ તે અરજી ચાલી જતા મિત્તલ પટેલના તરફેણમાં ચુકાદો આપ્યો હતો.દરમિયાન મિત્તલ પટેલે તા.8 માર્ચ 2022 ના રોજ ઉપરોક્ત જમીન મયંક પટેલ અને ભાવીન ગોડલીયાને સંયુક્ત વેચાણ દસ્તાવેજ થી વેચાણ આપી હતી.આ ફેરફાર નોંધ સામે તા.31 માર્ચ 2022ના રોજ કઠલાલ મામલતદાર કચેરીમાં શંકરભાઇએ વાંધા અરજી આપતા તે અરજી તેમના તરફેણમાં થતા વેચાણ નોંધ નામંજૂર થઈ હતી.આ બાદ શંકરભાઈ એ જિલ્લા જમીન તકેદારી સમિતિમાં અરજી કરી હતી.જે તાજેતરમાં ચાલી જતા જિલ્લા કલેકટરને ફરિયાદ કરવા હુકમ કર્યો હતો.આ સમગ્ર બનાવ અંગે કઠલાલ પોલીસ વિરેન્દ્ર સુશીલ કુમાર શર્મા, મિત્તલ કુમાર સંજયભાઈ પટેલ,સુકેતુ પ્રવિણભાઇ પટેલ અને રાહુલ કમલેશભાઇ દેસાઇ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.