ઉંટવૈદુ:હાથજમાં ત્રણ માસથી દવાખાનું ચલાવતો બોગસ તબીબ ઝડપાયો

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મેડીકલ અોફિસરને સાથી રાખી પોલીસનો છાપો
  • રૂા. 1.26 લાખનો દવા-ઈન્જેક્શનનો જથ્થો કબજે કરાયો

ખેડા જિલ્લામાં 4 મહિના અને 4 દિવસ બાદ ફરી નડિયાદના હાથજમાંથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો છે. બોગસ ડોક્ટર તેના ઘરમાં સારવાર કરતો હોવાની મળેલી બાતમી આધારે જિલ્લા એસઓજીની ટીમે દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ ટીમે બોગસ ડોકટરના ઘરમાંથી રૂા. 1.26 લાખનો દવાઓનો જથ્થો જપ્ત કર્યો છે.

નડિયાદ તાલુકાના હાથજમાં એક બોગસ ડોક્ટર ઘરમાં દવાખાનું ચલાવી એલોપેથી તબીબી તરીકે પ્રેકટીસ કરતો હોવાની બાતમી મળી હતી. જે અન્વયે પોલીસ ટીમે નડિયાદના મહોળેલ પીએચસીના મેડીકલ ઓફિસર સાથે રાખી એસઓજીની ટીમે શક્તિપુરા પાલૈયામાં દરોડો પાડ્યો હતો.

ત્યાં બોગસ ડોક્ટર વિનોદ પૂનમભાઇ વાઘેલા ઉં.37 ના ઘરમાં જુદી જુદી કંપનીની એલોપેથી દવાઓ તથા ઇન્જેક્શન, મેડિકલ સાધનો મળી આવ્યા હતા. જે અંગે પોલીસ ટીમે વિનોદની પૂછપરછ કરતા તેની પાસે કોઈ સર્ટીફીકેટ ન હોવાનું જણાવ્યુ હતુ.તેમજ પોતે ત્રણ માસથી દવાખાનું ચલાવે છે અને કોરોના સમયગાળામાં પણ પ્રેક્ટિસ કરી હોવાનું જણાવ્યુ હતુ. પોલીસ ટીમે જુદી જુદી કંપની એલોપેથી દવા,ઇન્જેક્શન અને મેડિકલ સાધનો મળી કુલ રૂ 1,26,601 નો મુદ્દામાલ જપ્ત કરી બોગસ ડોકટરની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...