નડિયાદ શહેર અને જિલ્લામાં બુધવારની વ્હેલી સવારથી ઠંડા હિમ પવન ફુંકાતા લોકો થરથરી ઉઠ્યાં હતાં. આ હિમ એટલા કાતિલ હતા કે લોકોએ વ્હેલી સવારે ઘરમાંથી બહાર નિકળવાનું માંડી વાળ્યું હતું. જ્યારે બપોરના સમયે પણ બહાર નિકળતા સમયે ગરમ વસ્ત્રો પહેરવા પડ્યાં હતાં.
લોકો પુરા દિવસ સૂર્યનારાયણના તાપ વચ્ચે બેસવાનું પસંદ કર્યું
સમગ્ર ખેડા જિલ્લામાં બુધવારે એકાએક ઠંડીનો ચમકારો વધ્યો છે. પુર ઝડપે પવન ફૂંકાતા લોકો થરથર ધ્રુજી ઉઠ્યા હતા. સવારથી જ 6.2 કિલોમીટરની ઝડપે પવનો શરૂ થયા હતા. ઉત્તર - પૂર્વ દિશામાંથી ફુંકાયેલા પવનને કારણે એકદમ ઠંડીનુ તિવ્ર મોજું આ પંથકમાં ફરી વળ્યું છે. જેના કારણે લોકો થરથરી ઉઠ્યાં હતાં. જેની અસર સામાન્ય જનજીવન પર પણ જોવા મળી હતી. લોકોએ કામ વગર ઘરની બહાર નિકળવાનું ટાળ્યું હતું. જેના કારણે રસ્તા પર પણ ટ્રાફિકની અવર જવર નહિવત જોવા મળી હતી. તો લોકો પુરા દિવસ સૂર્યનારાયણના તાપ વચ્ચે બેસવાનું પસંદ કર્યું હતું.
100 ફુટ પર લહેરાતો રાષ્ટ્ર ધ્વજનો તાર તૂટતાં ધ્વજને ઉતારી લેવાયો
પુર ઝડપે ફૂંકાયેલા પવનને કારણે નડિયાદ રેલવે સ્ટેશન પર લગાવેલ 24 કલાક લહેરાતો ફેલગના તાર તૂટ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ તાર તૂટતાં રેલવે તંત્ર એ રાષ્ટ્ર ધ્વજને સન્માન સાથે ઉતારી દીધો હતો. અંદાજીત 100 ફુટ લહેરાતો આ રાષ્ટ્ર ધ્વજનો તાર તૂટ્યો હતો. આ પહેલા ગત 3 ઓગસ્ટે જ કંપનીએ તાર બદલી રાષ્ટ્ર ધ્વજને લહેરાવ્યો હતો. આ ઘટનાને પગલે રેલવે તંત્ર દ્વારા કંપનીને જાણ કરી દીધી છે. તો હવે ક્યારે ધ્વજ લગાવવામાં આવશે તેની રાહ નગરજનો જોઈ રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.