કોરોના ભરખી ગયો:ખેડા જિલ્લામાં લાંબા સમય બાદ કોરોનાના કારણે 55 વર્ષીય મહિલાનું મોત, 4 દિવસથી હોસ્પિટલમાં હતા

નડિયાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ મહિલા દર્દી પોતે કોઈ બીમારીને લીધે છેલ્લા 2 વર્ષથી પથારી વશ હતા

ખેડા જિલ્લામાં કોરોનાની ગંભીર બીમારીના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે લાંબા સમય બાદ કોરોનાનો એક કેસ મળી આવ્યો હતો. જોકે, આ કોરોનાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા કેટલાય માસથી કોરોનાના કોઈ કેસ નહોતા, પરંતુ નડિયાદ તાલુકાના ચકલાસીના એક 55 વર્ષિય મહિલા કોરોના પોઝિટિવ આવ્યાં હતા. આ આધેડ વયની મહિલાને નડિયાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં આ મહિલાનું કોરોનામા મૃત્યુ થયું છે.

આ સંદર્ભે જિલ્લા આરોગ્ય ઇન્ચાર્જ અધિકારી કાપડીયાએ જણાવ્યું હતું કે, આ મહિલા દર્દી પોતે કોઈ બીમારીને લીધે છેલ્લા 2 વર્ષથી પથારી વશ હતા. છેલ્લા 4 દિવસથી તેઓની તબિયત વધુ લથડતા તેઓને સારવાર માટે નડિયાદની એનડી દેસાઈ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેઓને કોરોના ટેસ્ટ કરાવતાં પોઝિટિવ આવ્યો હતો અને સારવાર માટે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવતાં રસ્તામાં જ તેઓનુ મોત નિપજ્યું છે. આ મહિલા દર્દીના સંપર્કમાં આવેલા લગભગ 20 વ્યક્તિઓના રેપીડ ટેસ્ટ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...