કપડવંજના આતરસુંબા, કસ્બા, ઠાસરાના ચેતરસુબા અને કઠલાલમાંથી પોલીસે ચાઇનીઝ દોરીની 94 ફિરકી ઝડપી પાડી 6 ઇસમોની વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે. જિલ્લામાં કપડવંજના આતરસુંબામાં પોલીસે ચાઇનીઝ દોરીની 9 નંગ રીલ કિ.રૂ.3500 સાથે રોહિત રાણાને ઝડપી પાડ્યો હતો.
બીજી તરફ કસ્બા ખાતે એક્ટીવા લઇને આવતા આસીફખાન પઠાણ અને અહેઝાઝઅલી સૈયદને રોકી તપાસ કરતા ચાઈનીઝ દોરીના 30 નંગ ફિરકા મળતા ધરપકડ કરી હતી. ઠાસરના ચેતરસુંબા ગામે બારોટ ફળિયામાં સુરેશભાઇ જયસ્વાલ ઘરે ચાઇનિઝ દોરા વેચતા હોવાની બાતમી ઠાસરા પોલીસને મળતા મકાનમાં રેડ પાડી હતી. જ્યાં કંતાનના કોથળામાં ચાઈનીઝ દોરીના 25 નંગ કિ.રૂ.7500 ફિરકા મળી આવતા હતા. તેમજ ભાટેરાના વાવના મુવાડા નહેર પાસે રહેતા શૈલેષભાઇ પરમાર અને વિજય ઝાલા પાસેથી 31 નંગ કિ.રૂ.9300 ની ચાઇનિઝ દોરી મળી આવતા બંને ઇસમો વિરુદ્ધ જાહેરનામાના ભંગનો ગુનો નોંધ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.