સપામાં ગાબડું:કઠલાલ નગરપાલિકાના સમાજવાદી પાર્ટીના 9 સભ્યો ભાજપમાં જોડાયા

નડિયાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના પ્રદેશ અને જિલ્લા પ્રભારીઓએ આ સભ્યોને ભગવો ખેસ ધારણ કરાવી ઉમળકાભેર આવકાર આપ્યો હતો.

નડિયાદ સ્થિત કમલમ ભાજપ કાર્યાલય પર યોજાયેલા એક ઔપચારિક કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને જિલ્લા પ્રભારી ગોરધનભાઇ ઝાડફિયા,સહ પ્રભારી શકુન્તલાબેન મહેતા,પ્રદેશ ભાજપ મંત્રી જાહનવીબેન વ્યાસ, રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, ધારા સભ્ય કેસરીસિંહ સોલંકી,ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ,જિલ્લા ભાજપ મહામંત્રીઓ અજયભાઈ બ્રહ્મભટ્ટ,વિકાસભાઈ શાહ સહિત ભાજપના જિલ્લા હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કઠલાલ પાલિકાના સમાજવાદી પાર્ટીના 9 ચૂંટાયેલા સભ્યો તેમના 300 જેટલા ટેકેદારો સાથે આજે સમાજવાદી પાર્ટી છોડી ભાજપમાં જોડાયા હતા.

ઉમળકાભેર આવકાર અપાયો
ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી રીતિનીતિને સ્વીકારી આ સભ્યો તેમના સેંકડો ટેકેદારો સાથે આજે ભાજપમાં જોડાયા હતા..જેમાં 1,પ્રશાંતકુમાર ડી. પટેલ,2,જશભાઈ ડી ક્રિશ્ચિયન,3 સંગીતાબેન આર. પટેલ,4 તેહસીનબાનું વી.પટેલ,5 નિલેશકુમાર પરમાર,6 ગણપતસિંહ એસ.પરમાર,7 ભુરીબેન સોલંકી,8મંજુલાબેન થોરી,9અનિશાબેન મલેકનો સંવેશથાય છે.ભાજપના પ્રદેશ અને જિલ્લા પ્રભારીઓએ આ સભ્યોને ભગવો ખેસ ધારણ કરાવી ઉમળકાભેર આવકાર આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...