ખેડા જિલ્લાની 6 વિધાનસભા બેઠક માટે આજે નામાકંન ભરવાની પ્રક્રિયા તેજગતિએ શરૂ થઈ છે. ઉમેદવારી પત્રો ભરવાના 5 દિવસે જિલ્લાની 6 વિધાનસભા બેઠક માટે 15 ઉમેદવારી પત્રો ભરાયા છે. આજથી ઉમેદવારી પત્રો ભરવાના શ્રી ગણેશ થતાં ઉમેદવારો સહિત ટેકેદારો નામાંકન ટેબલ પર આવન જાવન કરતા જોવા મળ્યા છે. મહુધા માટે હજુ ખાતું ખુલ્યું નથી.
નવ ઉમેદવારોએ 15 ઉમેદવારી પત્ર રજૂ કર્યા
ખેડા જિલ્લાની છ વિધાનસભા પૈકી પાંચ વિધાનસભામાં આજે ઉમેદવારી થઈ છે. નવ ઉમેદવારોએ 15 ઉમેદવારી પત્ર રજૂ કર્યા છે. મહત્વની વાત એ છે કે હજુ મહુધા વિધાનસભા વિસ્તારમાં એક પણ ઉમેદવારે ખાતુ ખોલાવ્યું નથી. બીજી બાજુ મહેમદાબાદમાં ભાજપના મુખ્ય ઉમેદવારના ડમીએ આજે ઉમેદવારી પત્ર ભર્યુ છે. જોકે જેને ટિકિટ આપી છે તે ઉમેદવાર આવતીકાલે અથવા તો પરમ દિવસે ઉમેદવારી નોંધાવશે તેવું દેખાઈ રહ્યું છે.
મહેમદાવાદ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના પ્રવિણસિંહ રતનસિંહ ચૌહાણે ઉમેદવારીપત્ર ભર્યુ
ખેડા જિલ્લામાં છ વિધાનસભા ની બેઠકો માટે કોંગ્રેસ ભાજપ તેમજ આપ તરફથી ઉમેદવારી પત્રો ભરવાના શરૂ થયા છે. આજે નવ ઉમેદવારોએ 15 ઉમેદવારી પત્રો ભર્યા છે. આવતીકાલે પણ મોટી સંખ્યામાં ઉમેદવારી પત્રો ભરાય તેવું દેખાઈ રહ્યું છે. આજે રજૂ થયેલા ઉમેદવારી પત્રોની વિગત જોઈએ તો માતર બેઠક પરથી અપક્ષ ઉમેદવાર ચૌહાણ મહિપતસિંહ કેસરીસિંહ 1 ઉમેદવારી પત્ર ભર્યું છે. નડિયાદ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ધ્રુવલ સાધુભાઈ પટેલે 2 ઉમેદવારી પત્ર ભર્યા છે. મહેમદાવાદ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના પ્રવિણસિંહ રતનસિંહ ચૌહાણે 1 ફોર્મ, કોંગ્રેસમાથી ચૌહાણ નંદુબેન પ્રવિણસિંહ 1 અને અપક્ષ તરીકે પ્રવિણસિંહ રતનસિંહ ચૌહાણે 1 ઉમેદવારી પત્ર ભર્યું છે. આમ મહેમદાવાદ બેઠક પરથી 3 જ્યારે ઠાસરા વિધાનસભા બેઠક પરથી ભાજપના યોગેન્દ્રસિંહ રામસિંહ પરમારે 4 ફોર્મ, ભાજપના વિનુભાઈ કાશીભાઈ પટેલે 1 ઉમેદવારી પત્ર ભર્યા છે. આ ઉપરાંત કપડવંજ વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના મનુભાઈ રામાભાઈ પટેલે 3 અને આમ આદમી પાર્ટીના નરોત્તમભાઈ મગનભાઈ પટેલે 1 મળી કુલ 15 ઉમેદવારી પત્રો રજૂ કર્યા છે. તો મહુધા વિધાનસભા બેઠક માટે હજુ કોઈએ ઉમેદવારી પત્ર ભર્યા નથી.
નડિયાદ વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના ઉમેદવારે રેલી કાઢી ઉમેદવારી પત્ર નોંધાવ્યું
ખેડા જિલ્લાની 6 બેઠકો માટે ચૂંટણી નામાકંન પ્રક્રિયાના આજે પાચમાં દિવસે નડિયાદ વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના ઉમેદવારએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. નડિયાદ વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર ધ્રુવલ સાધુભાઈ પટેલે પોતાના ટેકેદારો સાથે જિલ્લા કલેક્ટર કચેરીએ જઈને પોતાને ઉમેદવારી નોંધાવી છે. આજે કોંગ્રેસ દ્વારા પારસ સર્કલથી લઈ સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી એક રેલી કાઢી હતી અને ત્યારબાદ ચૂંટણી પંચના નિયમ મુજબ પાંચ વ્યક્તિઓ જ જિલ્લા કલેક્ટર કચેરીએ ઉમેદવારી નોંધાવવા માટે ગયા હતા. તેમની સાથે નડિયાદ શહેર કોંગ્રેસના પ્રમુખ હાર્દિક ભટ્ટ પાલિકાના સભ્ય ગોકુલ શાહ, નવીનભાઈ ભાવસાર સહિતના આગેવાનો હાજર હતા.ઉમેદવાર ધ્રુવલ પટેલે જણાવ્યું હતું કે બેરોજગારી મોંઘવારી સહિતના એવા ઘણા મુદ્દાઓ છે કે જેના કારણે પ્રજા મુશ્કેલીમાં છે. પ્રજાની આ મુશ્કેલીઓ અમે દૂર કરીશું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.