બર્થડે પાર્ટીના રંગમાં ભંગ પડ્યો:મહેમદાવાદના વિરોલ ગામના ફાર્મહાઉસમાં દારૂની મહેફિલ માણી રહેલા 9 અમદાવાદી ઝડપાયા

નડિયાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચરોતરમાં વિદેશી દારૂનું ચલણ વધી રહ્યું છે. હજુ આણંદ જિલ્લાના આંકલાવ પાસેથી દારૂની મહેફિલ માણતા 14 નબીરાઓ પોલીસના હાથે ઝડપાયા છે. આ ઘટનાના 24 કલાકમા જ વધુ એક આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ‌મહેમદાવાદના વિરોલ ગામે રૂદ્ર ફાર્મ હાઉસમા પોલીસે દારૂની મહેફિલ માણતાં 9 લોકોને ઝડપી લીધા છે. ઝડપાયેલા અમદાવાદીઓ બર્થ ડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા હતા અને મોબાઈલમા ગીતો વગાડી ડીસ્કો કરતા હતા આ દરમિયાન પોલીસ ત્રાટકી હતી. પોલીસે દરોડો પાડી આ 9 નબીરાઓ પાસેથી બે કાર, 11 મોબાઈલ તથા અડધા લાખ રોકડા અને દારૂની બોટલો મળી કુલ રૂપિયા 9 લાખ 62 હજાર 440 મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મોજ કરવી ભારે પડી
મહેમદાવાદ પોલીસે ગતરાત્રે વિરોલ ગામની સીમમાં વિઠ્ઠલપુરા તરફ જવાના રોડ ઉપર આવેલ રૂદ્ર ફાર્મમાં બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. જ્યાંથી 9 અમદાવાદી નબીરાઓ દારૂની મહેફીલ માણતા પોલીસના હાથે પકડાઈ ગયા હતા. આ તમામ લોકો મોબાઇલ પર ગીતો વગાડી ડાન્સ કરતા હતા. પોલીસે પૂછપરછ આદરતા શુકેતસિંહ જોરુભા રાઠોડ (રહે. મણીનગર, અમદાવાદ)એ જણાવ્યું કે મારી બર્થડે હોવાથી આ બર્થ ડે પાર્ટીનુ આયોજન કરાયું હતું. જેમાં અમે તમામ મિત્રો મળ્યા હતા અને એન્જોયમેન્ટ કરી રહ્યા હતા.

પાર્ટીની રંગમાં પોલીસે ભંગ પાડતા નબીરાઓને લોકઅપની હવા ખાવી પડી
પોલીસે આ 9 નબીરાઓ પાસેથી બે મોંઘીદાટ કાર, 11 મોબાઈલ ફોન તથા અડધા લાખ રોકડા અને દારૂની બોટલો મળી કુલ રૂપિયા 9 લાખ 62 હજાર 440 મુદ્દામાલ જપ્ત કર્યો છે. પાર્ટીની રંગમાં પોલીસે ભંગ પાડતા નબીરાઓ લોકઅપની હવા ખાવાનો વારો આવ્યો હતો. .

ઝડપાયેલા નબીરાઓના નામ

શુકેતસિંહ જોરુભા રાઠોડ (રહે. મણીનગર, 16 ન્યુ પંચસીલ એપાર્ટમેન્ટ,અમદાવાદ)

ગીતેશભાઈ રતિલાલ મિસ્ત્રી (રહે.મણીવગર, 17 પથીક એપાર્ટમેન્ટ, અમદાવાદ)

કિશોરભાઈ લક્ષ્મણભાઈ ઠાકોર (રહે.અમરાઈવાડી, લક્ષ્મણભુવન માતાજીનો વાસ, અમદાવાદ)

દીપકભાઈ જયંતીલાલ પસારી (રહે.મણીનગર, મારૂતિ એપાર્ટમેન્ટ, અમદાવાદ)

તારકભાઈ કિશોર ચંદ્ર સોનેજી (રહે.મણીનગર, મારૂતિ એપાર્ટમેન્ટ, અમદાવાદ)

મનોજભાઈ કાંતિલાલ પંચાલ (રહે.ઘોડાસર, ભગીરથ સોસાયટી, અમદાવાદ)

નિમેષભાઈ મનુભાઈ પટેલ (રહે.ઈસનપુર, શ્રીનાથ એવન્યુ, અમદાવાદ)

જીતેન્દ્રભાઈ દલસુખભાઈ મિસ્ત્રી (રહે.ઈસનપુર, એકતા પાર્ક સોસાયટી, અમદાવાદ)

રાકેશભાઈ અમૃતલાલ મિસ્ત્રી (રહે‌. વસ્ત્રાલ, સુર્યગ્રીન, અમદાવાદ)

અન્ય સમાચારો પણ છે...