સમગ્ર ગુજરાત રાજયમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓનુ આયોજન ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવ્યુ છે. ત્યારે ખેડા જીલ્લામાંથી 850 હોમગાર્ડઝ સભ્યો ચૂંટણી ફરજ બજાવવા માટે ભાવનગર જીલ્લામાં જવા માટે 28મી નવેમ્બરના રોજ રવાના થશે. જીલ્લા કમાન્ડન્ટ મહેશભાઇ મહેતા વડપણ હેઠળ 17 બસ અને અધિકારીઓ સાથે તેઓ ચૂંટણી ફરજ બજાવવા જશે
ડાયરેકટર જનરલ સિવીલ ડિફેન્સ અને હોમગાર્ડઝ કમાન્ડન્ટ જનરલના આદેશથી ખેડા જીલ્લાના હોમગાર્ડઝ સભ્યોને ભાવનગર ખાતે ચૂંટણી ફરજ માટે મોકલવાની તાકિદ કરવામા આવી છે. જેના ભાગરૂપે જીલ્લા કમાન્ડન્ટ મહેશભાઇ મહેતા દ્વારા 28મી નવેમ્બરથી 1 ડીસેમ્બરના રોજ ચૂંટણી કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી ભાવનગર જીલ્લામાં 850 હોમગાર્ડઝ સભ્યોને લઇને જવા માટે જણાવાયું છે. જેના ભાગ સ્વરૂપે ખેડા જીલ્લામાંથી જે તે યુનિટના ઓફીસર કમાન્ડીંગ સહીત જીલ્લાના સ્ટાફ ઓફીસરો સાથે 17 બસ દ્વારા હોમગાર્ડઝ સભ્યોને સેવા માટે લઇ જવામાં આવશે જ્યા તેઓ ભાવનગર જીલ્લાના વિવિધ વિધાનસભા વિસ્તારોમાં પોતાની ફરજો બજાવશે. રાજયમાં અને રાજય બહાર વારંવાર યોજાતી ચૂંટણીઓમાં હોમગાર્ડઝ સભ્યોને લાવવા-લઇ જવાની તથા ચૂંટણીનું કામ સુપેરે પાર પાડવાની કામગીરી જીલ્લા કમાન્ડન્ટ મહેશભાઇ મહેતા દવારા ખુબજ સુંદર રીતે પાર પાડવામાં આવી રહી છે. ભૂતકાળમાં મહેશ મહેતાએ મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહીત રાજયના સુરત, વડોદરા ડાંગ આહવા વગેરેમાં પણ ચુંટણી ખુબજ સુંદર રીતે બજાવી છે. અને દરેક વખતે તેઓને પ્રસંશાપત્રો પ્રાપ્ત થયેલા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.